<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

માણાવદર પાસે મિલમાં ચોરી કરવા આવેલા બે બુકાનીઘારીનો ચોકીદાર પર હૂમલો

બાઈક ચોરી જવાની કોશિષ કરી, તપાસ શરૂ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૯: માણાવદરમાં મિતડી ગામ પાસે આવેલ ઓપેરા મિલમાં રવિવારની રાત્રે ૬૦ વર્ષીય ચોકીદાર ભુપતભાઈ કાદુભાઈ ચૌહાણ નોકરી પર હતા અને રાત્રિના સવા બાર વાગ્‍યે સૂતા હતા ત્‍યારે બે બુકાનીધારી શખ્‍સે ગીલોલ અને લોખંડની કોસ સાથે આવ્‍યા હતા અને બારી તૂટવાનો અવાજ થતાં ભુપતભાઈ જાગી ગયા હતા.

પરંતુ એક શખ્‍સે કયાંય ઉઠતા નહીં, નહિ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી માર માર્યો હતો. જ્‍યારે બીજા શખ્‍સે બાઈક ચોરીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન મિલમાં કામ કરતા કારીગર ઉમેશભાઈ જાગી જતા બંને શખ્‍સ નાસી ગયા હતા. આ શખ્‍સોએ મિલની ઓફિસની બારીનો કાચ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે ચોકીદાર ભુપતભાઈ ચૌહાણએ ફરિયાદ કરતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી હતી.

(11:13 AM IST)