તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
વાંકાનેરમાં બે માથાભારે શખ્સોના દબાણો હટાવાયાઃ રૂા.૧૦ લાખની જમીન ખુલ્લી કરાઇ

વાંકાનેર-મોરબી તા. ૯ :.. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા બે માથાભારે શખ્સો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં શરીરસંબંધી ગુનાહિત પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા જુમ્મો ઉર્ફે અનવર કાળુ શેખ (રહે. ચંદ્રપુર નાળા પાસે, વાંકાનેર) દ્વારા સરકારી જમીન પર કરાયેલું આશરે ૮૦ ચોરસ મીટરનું અનધિકળત દબાણ દૂર કરાયું હતું. તે જ રીતે, મિલકત સંબંધિત ગુનાહિત પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા નવઘણ ભલુભાઈ વિકાની (રહે. નવાપરા દેવીપૂજક વાસ પાસે, વાંકાનેર) દ્વારા સરકારી જમીન પર કરાયેલું આશરે ૮૦ ચોરસ ફૂટનું ગેરકાયદેસર દબાણ પણ હટાવવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૦ લાખ આંકવામાં આવી છે. આ દબાણ હટાવવાની કામગીરી વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને સિટી પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવી હતી.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
