તા. ૨૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૪ રવિવાર
News of Tuesday, 9th December 2025
મોરબીમાં રીક્ષામાં વૃધ્ધની રોકડ સેરવી લેનાર અમિત રાજકોટમાં પકડાયો
પેરોલ ફરલો સ્કોડની ટીમે ઝડપી લીધો

રાજકોટ, તા.૯: મોરબી શનાળા રોડ પર જીઆઇડીસી પાસે રીક્ષામાં બેઠેલા વૃધ્ધની રોકડ રકમ સેરવી લેનારા શખ્સને રાજકોટમાંથી પેરોલ ફરલો સ્કોડે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડપર જી.આઇ.ડી.સી. નજીક રીક્ષામાં બેઠેલા એક વૃધ્ધના રોકડા રૂપિયા રીક્ષામાં બેઠેલા શખ્સે સેરવી લીધા હતા. આ બનાવ અંગે મોરબી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. દરમ્યાન રાજકોટ પેરોલ ફરલો સ્કોડના પી.એસ.આઇ. જે.જી. તેરૈયા સહિત આરોપીની શોધમાં હતા. ત્યારે બાતમી મળતા મોરબીમાં વૃધ્ધની નજર ચુકવી રોકડ રકમ સેરવી લેવાના ગુનામાં નાસતો ફરતો અમીત ઉર્ફે બુચો રાજુભાઇ ડોડીયા (ઉ.વ.૨૭) (રહે. ભગવતી પરા શેરી નં.૩)ને રાજકોટમાંથી પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ.બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી. તેરૈયાએ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ, હેડ. કોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ઠાકુર, જયેશભાઇ ચોસલા, સિરાજભાઇ ચાનિયા દ્વારા કરવામાં આવી હતી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
