<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

સૌરાષ્‍ટ્ર ડુંગળી એસોસિએશનના પ્રમુખ અને ઉપલેટા યાર્ડના વાઇસ ચેરમેન ઘેટીયાની વેપારી પેઢી સાથે ૨૯ લાખની છેતરપીંડી

કરોડો રૂપિયાની ફરિયાદોનો ઢગલો થશે અનેકને ધુમ્‍બો માર્યો છેઃ થોડા સમય પહેલા આપઘાતના ચકચારી બનાવનો મુખ્‍ય સૂત્રધાર મોટી વાવડીનો ભાવિન ભુજમાંથી પકડાયો છે

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૯:  ઉપલેટા સહિત ના અનેક લોકો વેપારીઓ સાથે કરોડો રૂપિયા ની છેતરપિંડી  મોટી વાવહીના ભાવિન ગોવિંદ ઢડાણીયાએ કરી હોવાનું જાણવા મળ્‍યું છે. આરોપી ભાવિન ગોવિંદ ડઢાણીયાએ ઉપલેટા યાર્ડ માં પિતા પુત્ર ભગવતી ટ્રેડર્સ નામની કમીશન એજન્‍ટ પેઢી ધરાવે છે અગાઉ તેમની પેઢી પાંસે થી સૌરાષ્‍ટ્ર ડુંગળી એસોસિએશન ના પ્રમુખ અને યાર્ડના વાઈસ ચેરમેન વિનુભાઈ ઘેટીયા જેઓ પણ યાર્ડ માં પુજા ટ્રેડર્સ નામની જણસી લે વેચ ની પેઢી ધરાવેછે એક દોઢ વરસ પહેલા તેમણે આરોપી ભાવીન ડઢાણીયા ની ભગવતી ટ્રેડિંગ પેઢી મારફત રૂ ૨૯ લાખની એરંડાની ખરીદી કરેલ જેના રૂ ૨૯ લાખની રકમના ચેક એડવાન્‍સ  ભગવતી ટ્રેડર્સ ના નામે આપેલ હતા આરોપી ભાવીને તે ચેક બેંકમાંથી ઉપાડી એરંડા આપ્‍યા વગર ભાગી ગયેલ અને છેતરપિંડી કરેલ તેની વિનુભાઈ ઘેટીયા એ પોલીસ માં  ફરિયાદ કરેલછે.

આરોપી ભાવીને ઉપલેટા સહિત ના જુદા જુદા વેપારીઓ વિગેરે સાથે કરોડો રૂપિયા ની છેતરપિંડી કર્યા નુ જાણવા મળેલ છે ફરિયાદી વિનુભાઈ ઘેટીયા એજણાવેલ છે કે એક વર્ષ થી મે પોલીસ માં રજુઆત કરી છે આજ દિવસ સુધી કોઈ પગલાં લીધા નથી જો મારા જેવા આગેવાન નુ પોલીસ સાંભળતી ન હોય તો સામાન્‍ય લોકો ની શું સ્‍થિતિ હશે ત્‍યારે આ બનાવમાં રૂરલ અસે પી અંગત રસ લઈ ન્‍યાય અપાવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.(તસવીરઃ ભોલુ રાઠોડ -ઉપલેટા) 

 

 

 

(11:35 AM IST)