<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ભાવનગર નજીક કાર સળગી, દંપતીનો ચમત્‍કારિક બચાવ

 

ભાવનગરઃ તળાજા નેશનલ હાઈવે પર  તણસા રાજપરા નજીક રઘુવીર હોટલ પાસે વેગનઆરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આથી ભાવનગરમાં સીદસર રોડ પર રહેતા કાર ચાલક મનુભાઈ હીરાભાઈ નકુમ અને તેમના પત્‍ની સમય સૂચકતા વાપરી કારમાંથી નીકળી જતા તેમનો બચાવ થયો હતો. બનાવ અંગે ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરાતા કાફલાએ દોડી જઈ પાણીનો છંટકાવ કર્યો હતો.જોકે, વિકરાળ આગમાં કાર બળીને થઈ રાખ થઈ ગઈ હતી.

(11:38 AM IST)