News of Tuesday, 9th December 2025
ગોંડલમાં પિતા-પુત્રના જનાજા સાથે ઉઠયા
એટેકમાં મોતને ભેટેલ પિતાની સાંજે દફનવિધી હતી ત્યાં જ યુવાન પુત્રનો ડેમમાંથી મૃતદેહ મળ્યો : મેમણ પરિવારમાં કલ્પાંત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૯: ગોંડલ નાં મેમણ પરીવાર માં કરુણાંતિકા સર્જાઇ હતી.શાકભાજી નો ધંધો કરતા વળધ્ધ નું સવારે હદય બેસી જતા મૃત્યુ થયુ હોય સાંજે દફનવીધી ની તૈયારીઓ ચાલી રહી હતી.તેવા સમયે બે દિવસ થી ઘરેથી ચાલ્યા ગયેલા પુત્ર નો મૃતદેહ સેતુબંધ ડેમ માંથી મળી આવતા કલ્પાંત સર્જાયો હતો.બનાવ ને લઈ ને મેમણ સમાજ નાં આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ અત્રેની સરવૈયા શેરી માં રહેતા અને શાકભાજી નો વ્યવસાય કરતા ગફારભાઇ લતીફભાઇ બકાલી ઉ.૬૫ નું હાર્ટએટેક આવવાથી મૃત્યુ થતા સાંજે તેમની દફનવિધી ની તૈયારીઓ ચાલી રહી હતી.આ વેળા બે દિવસ પહેલા ઘરે થી ચાલ્યા ગયેલા પુત્ર ઇમ્તિયાઝ ઉ.૩૭ નો મળતદેહ સેતુબંધ ડેમ માં થી મળી આવતા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.
ઇમ્તિયાઝ બે દિવસ પહેલા ઘરેથી ચાલ્યો ગયો હતો.સગા સંબંધીઓ તેની શોધખોળ કરી રહ્યા હતા.દરમિયાન સવારે ઇમ્તિયાઝે ગોંડલ નાં સેતુબંધ ડેમ માં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું. આ વેળા ડેમ પર હાજર એક વ્યક્તિએ તુરંત ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી. પણ તરવૈયાઓ ડેમ પર પંહોચે તે પહેલા ઇમ્તિયાઝ ઉંડા પાણીમાં ડુબી ગયો હતો.તે પિતાને શાકભાજી નાં વ્યવસાય માં મદદરૂપ થતો હતો.ઇમ્તિયાઝ નાં લગ્ન થયા હતા. પણ થોડા સમય માં છુટાછેડા થયા હતાં. પરીવાર માં વળધ્ધ પિતા તથા યુવાન પુત્રનાં મોત નિપજતા કલ્પાંત સર્જાયો હતો.
બનાવનાં પગલે મેમણ સમાજ નાં પ્રમુખ ઇરદીશભાઇ શેખા, ફતેમહમંદ નુરસુમાર નગરસેવક આસીફભાઈ જકરીયા સહિત હોસ્પિટલ દોડી ગયા હતા.અને ભારે હૈયે પિતા પુત્ર ની દફનવીધી કરી હતી.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
