<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

કેશોદમાં માર્કેટ યાર્ડ પાસે બાઇક સ્‍લીપ થઇ જવાને લીધે પાર્થ પાનસુરીયાનું મોત

૩૩ વર્ષના યુવાને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં દમ તોડયોઃ એકના એક દિકરાના મૃત્‍યુથી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૯: કેશોદમાં માર્કેટ યાર્ડ પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં  ૩૩ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ કેશોદમાં માંગરોળ રોડ પર જુની વાડી વિસ્‍તારમાં રાધે મારબલ  સામે રહેતો પાર્થભાઇ રમેશભાઇ પાનસુરીયા (ઉ.વ.૩૩) તા. ૫ના રાતે બારેક વાગ્‍યે  યાર્ડ  પાસે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત સાંજે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર પાર્થભાઇ માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્ર છે. તે કેશોદ યાર્ડમાં નોકરી કરતો હતો. રાતે નોકરી પુરી કરી ઘરે જવા નીકળેલ ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. એકના એક આધારસ્‍તંભ દિકરાના મૃત્‍યુથી પાનસુરીયા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. 

(12:26 PM IST)