તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
વૃદ્ધાશ્રમના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ ભાઈઓ-બહેનોને દ્વારકાની યાત્રા કરાવતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ

જૂનાગઢ, તા., ૯ : ગિરનારી ગ્રુપ દ્વારા પુણ્યમય પહેલ હાથ ધરવામાં આવી છે. સમીર દત્તાણી તથા સંજય બુહેચાની યાદી મુજબ જણાવાયું છે કે, ભવનાથ રોડ, આવેલ અપનાઘર વૃદ્ધાશ્રમના વરિષ્ઠ નાગરિકો તેમજ કરુણા સાગર ચિદાનંદજી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ સેવા સંસ્થાના ભાઈ-બહેનો મળી કુલ ૪૫ લોકોને જૂનાગઢથી દ્વારકા સુધીની પવિત્ર અને ભાવભીની યાત્રા કરાવવામાં આવી હતી. તારીખ ૦૬ ને શનિવારના રોજ બપોરે ૧૨ વાગે ઝાંઝરડા ચોકડી પાસે આવેલ, જલારામ ભક્તિધામ મંદિર ખાતેથી સરમણ મારુ બિલ્ડર્સના રિદ્ધિબેન નયનભાઈ મારુ, ડો. ભુમીબેન ભટ્ટ સહજાનંદ ફિઝીયોથેરાપિસ્ટ અને રિહેબ સેન્ટર, જલારામ ભક્તિધામ મંદિરના ટ્રસ્ટી શ્રી પ્રો. પી. બી. ઉનડકટ, અલ્પેશભાઈ ચાવડા, વોટર વકઁસ એન્જિનિયર શ્રી મહાનગરપાલિકા જુનાગઢ, જગદીશભાઈ દતાણી, સુધીરભાઈ અઢિયા, સહિત મહાનુભાવોના વરદ હસ્તે લીલી ઝંડી દર્શાવવામાં આવતાં જ યાત્રાનું પવિત્ર પ્રસ્થાન પૂર્ણ ભકિતભાવ સાથે કરાવવામાં આવ્યું હતું.
દ્વારકા જ્યાં દરેક રેતીકણમાં દ્વારકાધીશ શ્રીકળષ્ણનો અલૌકિક સ્પર્શ અનુભવાય છે.
યાત્રા દરમિયાન વૃદ્ધજન અને પ્રજ્ઞાચક્ષુ ભક્તોએ દ્વારકાધીશ સહિતના બેટ દ્વારકા, દાંડી હનુમાન, નાગેશ્વર, હર્ષદ માતાજી નું મંદિર તેમજ પોરબંદરમાં આવેલ મંદિરના દર્શન કરી, મંદિરમાં વાગતી આરતીના ઘંટનાદ અને શંખધ્વનિએ ભય-દુઃખ-તકલીફો ભૂલાવી આંતરિક શાંતિનો અદ્વિતીય અનુભવ કર્યો. સમુદ્રકાંઠે ઉભા રહી કેવળ એક જ ભાવ ઊભો થયો હે નાથ દ્વારકાધીશ, અમ પર કળપા દષ્ટિ કાયમ રાખજો. ગિરનારી ગ્રુપ દ્વારા અનેક સેવાકીય પ્રવળત્તિઓ અન્નક્ષેત્ર, રક્તદાન, આરોગ્ય સહાય, દર્દીઓ માટે સેવા, ગરીબોને મદદ વગેરે વડે સમાજમાં સંવેદનાનો દીવો પ્રગટે છે.
આ દ્વારકા યાત્રામાં ગ્રુપના સેવાભાવી સભ્યો શ્રી સમીરભાઈ દવે, હરીભાઇ કારીયા, ભરતભાઈ સંપટ, માધવીબેન શેઠ, સંદીપભાઈ ધોરડા, સમીરભાઈ ઉનડકટ, ચંદ્રકાંતભાઈ રાઈઠઠા, કેશોદ ના વેપારી શ્રી કમલભાઈ રાયસિંગાણી, પીન્ટુભાઇ ગજેરા, દિલીપભાઈ કાનગડ તથા બળદ આશ્રમ ચલાવતા શ્રી જયદીપસિંહભાઈ જાડેજા, સહિતના સભ્યોએ વળદ્ધો અને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓની સુરક્ષા, સુવિધા, ભોજન અને યાત્રા વ્યવસ્થા માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. ગિરનારી ગ્રુપનું માનવું છે કે સેવા એ સાંસારિક કર્તવ્ય નહિ, પરંતુ ઈશ્વરપ્રાપ્તીનો સરળ માર્ગ છે. વળદ્ધો અને પ્રજ્ઞાચક્ષુઓને દ્વારકાધીશના દર્શન કરાવવાની આ પુણ્યમય પહેલ ગિરનારી ગ્રુપના દેવોપમ કાર્યોમાં એક વધુ સોનેરી અધ્યાય તરીકે ઉમેરાઈ છે. આ યાત્રા દરમ્યાન ચંદ્ર સ્મળતિ વળદ્ધાશ્રમ માણાવદરના શ્રી અશોકભાઈ જીવનાણી, અભયભાઈ, માણાવદર જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી વિજયભાઈ મશરૂ, પરેશભાઈ ભીમજીયાણી કનુભાઈ જાની, રાધે ડિફરન્ટલી એબલડ ફાઉન્ડેશન (માનસિક દિવ્યાંગ બાળકોની તાલીમી સંસ્થા)ના રસિકભાઈ છાયા, જૂનાગઢની ધારા મીરા ટુર્સ અને ટ્રાવેલ્સના વિશાલભાઈ ચાવડા, કરશનભાઈ ચાવડા, ઓખા લોહાણા મહાજનના સુનિલભાઈ વિઠલાણી તેમજ પોરબંદરના હિતેશભાઈ કારીયા, બેટ દ્વારકા હનુમાન દાંડીનાં પુજારી તથા રાહુલભાઈ સહિતના વિવિધ સંસ્થાઓ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવેલ હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
