<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

સાવરકુંડલાના ઉદ્યોગપતિની ખોડલધામમાં સામાજીક રાજકીય આગેવાનો સાથે મુલાકાત

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૯: સાવરકુંડલા ખોડલધામ સમાધાન કમિટીના પ્રમુખ અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પાટીદાર સમાજના દિગ્‍ગજ આગેવાન કરશનભાઈ ડોબરિયા એ ખોડલધામ ખાતે નરેશભાઈ પટેલ અને સૌરાષ્ટ ભાજપના કદાવર નેતા અને જેતપુરના ધારાસભ્‍ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા વચ્‍ચેના સમાધાન પ્રસંગે એક મંચ ઉપર પાટીદાર આગેવાન સાથે હોવાના પ્રસંગે શ્રી કરશનભાઈ ડોબરિયા એ  ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી. ગુજરાત રાજ્‍યના મંત્રી કૌશિકભાઈ વેકરીયા. અને પાટીદાર સમાજના મોભી અને કદાવર દિગ્‍ગજ આગેવાન નરેશભાઈ પટેલને પાટીદાર સમાજ એક મંચ ઉપર આવ્‍યો છે તેથી સમાજની સમસ્‍યાઓનો ઉકેલ તાત્‍કાલિક આવશે અને આપણે એક હશું તો જ સમાજના સારા કર્યો કરી શકશું તેવી અનેક ચર્ચા ઓ કરશનભાઈ ડોબરિયા એ ઉપસ્‍થિત આગેવાનોને રજૂઆત અને વાત કરી હતી અને મંત્રી ઓ પાટીદાર આગેવાનો અને જવાબદારો સાથે શ્રી કરશનભાઈ ડોબરિયા એ મુલાકાત કરી હતી જે તસ્‍વીરમાં જોઈ શકાય છે

(12:32 PM IST)