News of Wednesday, 10th December 2025
માળિયા (મી)ના ખીરઈ ગામ પાસે દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ, ૩૬૫ લીટર દેશી દારૂ તથા ૬૨૦૦ લીટર આથો ઝડપાયો:આરોપીઓની શોધખોળ શરૂ
તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂના જુદા જુદા બે ગુના નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મીયાણા તાલુકાના ખીરાઈ ગામ પાસે આવેલ તલાવડીના કાંઠે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસ દ્વારા દારૂની ચાલુ ભટ્ટી ઉપર જુદી જુદી બે જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૬૨૦૦ લીટર આથો તેમજ ૩૬૫ લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે જોકે બંને રેડમાં આરોપી સ્થળ ઉપરથી મળી આવેલ નથી જેથી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂના જુદા જુદા બે ગુના નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા ની સૂચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામના સીમ વિસ્તારમાં અનવર ઉર્ફે અન્નુની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ખીરાઈ ગામની સીમમાં ખારી તલાવડી તરીકે ઓળખાતી તલાવડીના કાંઠે દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪,૦૦૦ લીટર આથો તથા ૧૦૫ લીટર તૈયાર દેશી દારૂ આમ કુલ મળીને ૧,૨૧,૦૦૦ ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને એલસીબીની ટીમ દ્વારા જ્યારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનવર ઉર્ફે અન્નુ હસનભાઈ ભટ્ટી રહે. હાલ ખીરાઈ ગામ માળિયા મીયાણા મૂળ રહે. સુરેન્દ્રનગર વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આવી જ રીતે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે. દરબારની સુચના મુજબ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખીરાઈ ગામમાં આવેલ પાણીના સંપની પાછળના ભાગમાં તલાવડીના કાંઠે યુસુફભાઈ ઉર્ફે ભાણો સંધવાણીની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૨૦૦ લીટર આથો તથા ૨૬૦ લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ભઠ્ઠીના સાધનો સહિચ ફૂલ મળીને ૧,૦૨, ૬૫૦ ની કિંમત નો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને માળિયા તાલુકા પોલીસ ટીમ દ્વારા
જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી યુસુફભાઈ ઉર્ફે ભાણો અલ્લારખાભાઈ સંધવાણી રહે. ખીરાઈ ગામ તાલુકો માળીયા મીયાણા વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
