News of Wednesday, 10th December 2025
મોરબીમાં મેમણ શેરીમાં રહેણાંક મકાનમાં ૨ કિલો ૨૩૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો.
ગાંજાનો જથ્થો આપનાર તરીકે અબ્બાસ મોવર રહે.સુરેન્દ્રનગરવાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં મેમણ શેરીમાં રહેણાંક મકાનમાં ૨ કિલો ૨૩૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો.છે એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે આરીફ યાકુબભાઇ કચ્છી રહે. કુબેરનાથ રોડ, મેમણ શેરી વાળો પોતાના રહેણાક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જેના આધારે રેડ કરતા ત્યાંથી ગાંજાનો જથ્થો વજન ૨ કિલો ર30 ગ્રામ કિ.રૂ.૬૬૯૦/-મળી આવતા કુલ રૂ. ૧૧,૭૯૦/- ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી છે. આ સાથે તેને ગાંજાનો જથ્થો આપનાર તરીકે અબ્બાસ મોવર રહે.સુરેન્દ્રનગરવાળાનું નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પીઆઈ આર.એસ.પટેલ, એએસઆઈ સવજીભાઈ દાફડા, હેડ કોન્સ. હિતેષભાઈ ચાવડા, કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, રવિભાઈ ચૌધરી અને દિપસંગભાઈ ચૌહાણ રોકાયેલ હતા.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
