<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

મોરબી - વાંકાનેર હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા એકનું મૃત્યુ.

અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા કેતનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી - વાંકાનેર નેશનલ હાઈવે પર ભાયાતી જાંબુડિયા નજીક ગત તા.7ના રોજ જીજે - 36 - એજી - 0390 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી રાહુલભાઈ મનુભાઈ વોરા અને કેતનભાઈ ખીમાભાઈ રાઠોડ( રહે. રાતીદેવડી વાળા) ના બાઈક સાથે સામેથી રોંગ સાઈડના આવેલ જીજે - 36 - એએ - 3561 નંબરના બાઈક ચાલકે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા કેતનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:07 AM IST)