<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

આડા સંબધોના આટાપાટા: મિત્રની પરિણીત મહિલા મિત્ર સાથે ‘અંગત’ સબંધ બાંધવાના ઝઘડામાં મિત્રના હાથે મિત્રની હત્યા

મહિલાએ બળજબરી સંબંધ રાખવા ઇચ્છનારાને બ્લોક કર્યો અને ખેલાયો ખૂની ખેલ, કચ્છના મુરૂ ગામે થયેલ હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ :  કચ્છના નખત્રાણા તાલુકાના મુરૂ ગામે થયેલ હત્યાના ભેદમાં ભારે સનસનીખેજ ખુલાસો થયો છે. માત્ર મેટ્રો સીટી કે શહેરોમાં જ નહીં પણ હવે નાના ગ્રામીણ વિસ્તારો સુધી આડા સબંધોના આટાપાટામાં લોહી વહેવાના બનાવો બની રહ્યા છે. મુરૂ ગામે ૬ દિવસથી ગુમ થયેલા ૨૦ વર્ષીય યુવાન રમેશ પુંજાભાઈ મહેશ્વરીનું માથું, હાથ, પગ અને ધડ ધારિયા વડે વાઢી નાખી બોર તેમ જ જમીનમાં દાટી ક્રૂરતા પૂર્વક ઘાતકી હત્યા કરવાના બનાવમાં આડા સબંધ બાંધવાના આટાપાટા બહાર આવ્યા છે. આ બનાવમાં કિશોર લખમશી મહેશ્વરી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર ઝડપાયા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી છે. મૃતક રમેશ અને આરોપી કિશોર બંને મિત્રો હતા. મૃતક રમેશના સંબંધ ગામની જ પરિણીત યુવતી સાથે હતા જેની કિશોરને ખબર પડી હતી. પોતાના મિત્ર રમેશની મહિલા મિત્ર એવી પરિણીત યુવતી સાથે કિશોરને પણ “સબંધ” બાંધવાની તીવ્ર ઇચ્છા હોઈ એણે રમેશને વાત કરી હતી. તેમ જ એ મહિલાને પણ પોતાની સાથે સંબંધ રાખવા આરોપી કિશોરે રૂબરૂ મળી કહ્યું હતું. આ મામલે મૃતક રમેશ અને આરોપી કિશોર એ બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. તેમ જ યુવતીએ કિશોરને સોશિયલ મીડિયા ઉપર બ્લોક કરી દીધો. આમ મિત્રની મહિલા મિત્ર સાથે અંગત સંબંધ નહીં બંધાતા કિશોરે હત્યાનું કાવતરું ઘડી મિત્ર રમેશને પોતાની વાડીએ જમવા બોલાવી ત્યાં ધારિયા વડે તેની ક્રૂરતા પૂર્વક ઘાતકી હત્યા કરી તેના હાથ, પગ, માથું બોરમાં નાખી દીધા તેમ જ ધડ જમીનમાં દાટી દીધું હતું. જ્યારે ૨ ડિસેમ્બરે બનેલા હત્યાના બનાવ બાદ ગુમ થયેલ રમેશની પૂછપરછ શરૂ થઈ ત્યારે રમેશના ફોન અને કિશોરની વાતો થકી શંકા ઘેરાઈ. અંતે પોલીસ સુધી મામલો પહોંચ્યો અને સનસનીખેજ ખુલાસો થયો. પોલીસે આરોપી કિશોર મહેશ્વરીની અટક કરી છે તેમ જ આ કેસમાં કાયદામાં આવેલ સગીરની વધુ પૂછપરછ હાથ ધરી છે.


 

(10:51 AM IST)