News of Wednesday, 10th December 2025
મેંદરડા વિસ્તારમાં એક સરખા નંબર પ્લેટ વાળી બે લક્ઝરી બસ ઝડપાઇ

જૂનાગઢ, તા., ૧૦: મેંદરડાથી સાસણ તરફ જતા રોડ ઉપર મેંદરડાથી બહાર નિકળતા એક લકઝરી બસનુ ગેરેજ આવેલ છે. જે ગેરેજમાં શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ નામની બસોમાં બે બસો એક સરખા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વાળી બસો છે. જે હકીકત આધારે તપાસ કરતા બન્ને બસોમાં એક જ નંબર પ્લેટ AR-01-U-0729 હોવાનું જણાય આવતા સદરહુ બસના માલીક વિરુધ્ધ ગુનો દાખલ કરી ધોરણસર અટક કરી મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે કૌષિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ ધંધો. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ રહે. મેંદરડા, જુના પાણીના ટાંકા પાસે, વાલમ ચોકને સોંપી (૧) બ્લુ કલરની લકજરી સ્લીપર બસ કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- (૨) જાંબલી કલરની લકજરી સ્લીપર બસ કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/ બસો કબ્જે કરેલ છે.
કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. કળણાલ એમ. પટેલ તથા પો. સબ ઇન્સ. પી.કે.ગઢવી પો. હેડ કોન્સ. જાદવભાઈ સુવા તથા પો.કોન્સ. મયુરભાઈ કોડીયાતર, વરજાંગભાઈ બોરીચા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે. (૪.૪)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
