News of Wednesday, 10th December 2025
ધ્રોલના હાડાટોડા ગામે સવા ચાર લાખનો દારૂ ઝડપાયો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧: જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ધ્રોલ તાલુકાની સીમમાં ગેરકાયદેસર પ્રવળત્તિઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં હાડાટોડા ગામની સીમમાં આવેલી એક ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
LCB સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, સુમીતભાઈ શિયાર અને ભયપાલસિંહ જાડેજાએ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન, હાડાટોડા ગામની સીમમાં આવેલી આરોપીની વાડીની ઓરડીમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (જાતે ગીરા, ઉ.વ. ૪૦, ધંધો ખેતી, હાલ રહે. આશાપુરા સોસાયટી, ધ્રોલ) ને પકડી પાડ્યો હતો.
આ ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૧૩૧૪ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૪,૩૨,૬૦૦/- આંકવામાં આવી છે. દારૂના જથ્થા ઉપરાંત, આરોપી પાસેથી એક મોબાઇલ ફોન (કિ.રૂ. ૫૦૦૦/-) પણ કબજે કરવામાં આવ્યો છે. આમ, દારૂ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪,૩૭,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો તેણે જગદીશભાઈ (રહે. રાજસ્થાન) પાસેથી મેળવ્યો હતો. પોલીસે હવે આ દારૂ સપ્લાય કરનાર જગદીશભાઈને ઝડપી પાડવા માટે આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.
સમગ્ર કાર્યવાહી પો. ઇન્સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા, પો.સ.ઇ. પી.એન. મોરી અને એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, હિરેનભાઇ વરણવા, ક્રિપાલસિંહ જાડેજા, સુમતિભાઇ શીયાર, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ એન જાડેજા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, નિર્મળસિંહ એસ. જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, રૂષિરાજસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી તથા બીજલભાઇ બાલાસરા, સુરેશભાઈ માલકિયા સહિતના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ અંગે પો.કોન્સ. ભયપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.(૨.૪)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
