News of Wednesday, 10th December 2025
પોરબંદરના રસ્તા સહિતના પ્રશ્ને નિતીન ગડકરીને રૂબરૂ રજુઆત કરતા અર્જુન મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ : કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા તેમજ પોરબંદર ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી સાથે મુલાકાત કરી. જે દરમિયાન પોરબંદર જિલ્લાના નેશનલ હાઇવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડ સહિતના પ્રશ્નોને લઇને કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.
આ રજુઆતને ધ્યાને લઇને કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી પોરબંદરના ત્રણ નેશનલ હાઇવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડના કામને તાકીદે મંજુરી આપવા માટે વિભાગને સૂચનાઓ આપી છે. જે માટે અર્જુનભાઇ મોઢવાડીયાએ પોરબંદર જિલ્લા વતી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નિતિન ગડકરીજીનો આભાર માન્યો હતો.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
