News of Wednesday, 10th December 2025
જામનગરમાં ભાઇની પિતરાઇ ભાઇના હાથે છરીના ઘા ઝીંકીને હત્યા
આરોપી દિલીપ રમેશ ચાવડાની પત્નીને મળતક યુવાન જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઇ ચાવડા આઠ મહિના પહેલાં નસાડીને પોતાના ઘરમાં બેસાડી હોવાથી તેના મનદુઃખના કારણે હત્યા નીપજાવાઇઃ સીટી સી. ડિવિઝન પોલીસે સમગ્ર મામલાના મળતકના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી અટકાયતમાં લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા., ૧૦ : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક દલિત યુવાન પર તેના પિતરાઈ ભાઈ એ છરીના ચાર જેટલા ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે.
આરોપીની પત્નીને મળતક યુવાન આઠ મહિના પહેલા નસાડી ગયો હોવાનું અને પોતાના જ ઘરમાં બેસાડી હોવાથી તેનો બદલો વાળવા માટે આ હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે મળતકના પિતાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી તેને અટકાયતમાં લીધો છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા નામના ૨૮ વર્ષના યુવાન પર દિગ્વિજય પ્લોટ શેરી નાં ૫૪ ના છેડે તેનાજ પિતરાઈ ભાઈ એવા દિલીપ રમેશભાઈ ચાવડાએ છરીના ઉપરા છાપરી ૪ જેટલા ઘા ઝીકી દઈ હત્યા નિપજાવી હતી.
મળતક યુવાન પોતાના એકટીવા સ્કૂટર પર જઈ રહ્યો હતો, જે દરમિયાન આરોપીએ રસ્તામાં રોકીને તેના પર આ હુમલો કરી દીધો હતો, જેથી મળતક યુવાન લોહી લુહાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો, અને લોહીનું ખાબોચિયું ભરાયું હતું, જ્યારે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો, જયારે મળતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આ પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતીઝ જેમાં મળતક યુવાન જયેન્દ્ર ઉર્ફે જયલો કે જે આજથી આઠ મહિના પહેલા આરોપી દિલીપની પત્નીને ઉઠાવી ગયો હતો, અને પોતાના ઘરમાં બેસાડી છે. જેનું મનદુઃખ રાખીને આરોપીએ મોકાનો લાભ લઇ હત્યા કરી નાખી પોતાનો મનસુબો પર પડ્યો હતો, અને જીતેન્દ્રની હત્યા કરી છે.
સમગ્ર મામલા માં પોલીસ દ્વારા મળતક જયેશ ના પિતા જગદીશભાઈ ચાવડાની ફરિયાદના આધારે આરોપી દિલીપ સામે હત્યા અંગે ગુન્હો નોંધ્યો છે, અને તેને અટકાયતમાં લઈ લીધો છે, જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.(તસવીર : અહેવાલ : મુકુંદ બદીયાણી)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
