<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

જામનગરમાં ટ્રકો ફાઈનાન્‍સ કંપનીમાંથી લોન પર લઈ છેતરપીંડી

કરવાના ચકચારી ગુનાની ટોળકીનો આરોપી ભાવનગરમાં ઝડપાયેલ

જામનગર,તા.૦૧૦: જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન એ પાર્ટ મુજબ જામનગરમાં કરોડોની કિંમતના ટ્રકો ફાઇનાન્‍સ કંપનીમાંથી લોન પર લઇ હપ્તા ન ભરી છેતરપીડી કરવા અંગે દાખલ થયેલ ગુન્‍હામાં નાસતા ફરતા આરોપી- રાજેન્‍દ્રસિંહ દીલુભ જાડેજા રહે તલવાણા ગામ તા.માંડવી જી.ભૂજ વાળાની તપાસ કરતા આરોપીને ભાવનગર ખાતેથી પકડી પાડી સીટી બી ડીવી. પોલીસ સ્‍ટેશન સોંપી મોકલી આપેલ છે.

આ કામગીરી એબ્‍ડકોન્‍ડર/પેરોલ ફૂલો રકવોડના પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોંયડા. સુરેશભાઈ ડાંગર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા મહિપાલભાઇ સાદિયા. હાર્દિકભાઇ ભટ્ટ, તથા પો.કોન્‍સ. દિલીપસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્‍સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ બંળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(12:32 PM IST)