<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

બોટાદના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ખૂંખાર આરોપી સિરાજ ઉર્ફે શિરો હુસેન ખલ્યાણીને પોલીસે દબોચી લીધો

ખંડણી માગવાના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડી ગુનાના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું :આરોપી વિરુદ્ધ કુલ 39 જેટલા ગુના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા હતા: ગુજસીટોક જેવા ગંભીર ગુના પણ સામેલ

બોટાદના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ખૂંખાર આરોપી સિરાજ ઉર્ફે શિરો હુસેન ખલ્યાણીની પોલીસે ધરપકડ કરી છે. ખંડણી માગવાના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડી ગુનાના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. બોટાદમાં પાંચ લાખની ખંડણી માંગવાના આરોપસર, આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. આરોપી વિરુદ્ધ કુલ 39 જેટલા ગુના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા હતા,  તેમાં ગુજસીટોક જેવા ગંભીર ગુના પણ સામેલ છે. જામીન પર મુક્ત થયા પછી બોટાદમાં ફરી ગુના આચરતો હોવાને કારણે આ આરોપીની ધરપકડ કરી હતી. આજ ઘટના અંગે રી કન્સ્ટ્રક્શનમાં આરોપીએ ગુનાને કઈ રીતે અંજામ આપ્યો અને ક્યા વાહનનો ઉપયોગ કરી ફરાર થયો તેની જાણકારી મેળવવામાં આવી. આ ખૂંખાર આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના જામીન રદ થાય અને તેને જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ પોલીસ દ્વારા કરવામાં આવશે તેવું ડીવાયએસપીએ જણાવ્યું હતું.

(6:15 PM IST)