<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

દ્વારકાધીશ મંદિર પરિસર બહાર રેલીંગ ઊભી કરવાનો નિર્ણય વિવાદ બાદ અંતે મુલત્વી રખાયો

ધારાસભ્ય પબુભા માણેક અને વેપારીઓની રજૂઆત બાદ નિર્ણય:પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં વિસ્તૃત ચર્ચાના અંતે નિર્ણય મુલતવી

દ્વારકાધીશ મંદિરના છપ્પન સીડીથી કીર્તિ સ્તંભ સુધી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રીકોને રેલીગમાંથી પ્રવેશ આપી છપ્પન સીકી - સ્વર્ગ દ્વારેથી પસાર થઈને મંદિર પ્રવેશના દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌકાણએ બોલાવેલી મીટીંગ બાદ આ નિર્ણય મુલત્વી રાખવાનું આજે બપોરે નકકી થયું હતુ.
ધારાસભ્ય પબુમા માણેક. વડીવટદાર દિમાંશુ ચૌહાણ અને ન્યુ વેપારી એસોસીએશનના પ્રમુખ નિલેશ બથીયાએ આજે સ્થળ ઉપરની મુલાકાત લીધી હતી જે સ્થળ વિઝિટ દરમ્યાન પડનારી મુશ્કેલી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. ત્યારબાદ પ્રાંત અધિકારી અમોલ આવટેના અદયક્ષ સ્થાને દ્વારકા પ્રાંત કચેરીએ મળેલ મીટીંગમાં વિસ્તૃત ચર્ચાના અંતે આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હતો.

વેપારી મંડળના પ્રમુખ અને તજજ્ઞોના મતે આ રેલીગ ઊભી કરવામાં આવે તો મંદિર આસપાસની હોટલો, રહેણાંકના મકાનો, વેપારીઓ સહિતનાઓને ખૂબ જ અસર પહોંચે તેવી પરિસ્થિતિ ઊભી થવાની ભીતિ હતી. ખાસ કરીને આ વિસ્તારમાં કોઈ મોટો અકસ્માત થાય તો એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ પણ રેલીગ ઊભી કરવાથી ઘટનાસ્થળે પહોંચી ન શકે તેમજ વેપારીઓના ધંધા રોજગારને પણ મોટું નુકસાન થાય તેમ હોય અને ખાસ કરીને દર્શનાર્થીઓને લાંબા અંતર સુધી ચાલીને મંદિરે પહોંચવું અને છપ્પન સીકીના પગથિયા ચઢી ત્યારબાદ જ મંદિર પ્રવેશ અને ઠાકોરજીના દર્શન થાય તેમ હોય આ પ્રજન ખૂબ જ કષ્ટદાયક થાય તેમ હોય આમ આ રેલીગની યોજના ખૂબ જ અગવડતાપૂર્ણ બની રહે તેમ હોય જણાઈ રયુ છે. ઉપરોક્ત પ્રશ્નને દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સુભાષભાઈ ભાયાણી અને દ્વારકા નગરપાલીકાના ટાઉનપ્લાનીગ સમિતિના ચેરમેન વિજયભાઈ બુજડ તથા વેપારી વર્ગના યતીન ભાયાણી. મીતલભાઈ વિઠલાણી સહિતનાએ પણ ધારાસભ્ય પબુભા માણેક પાસે રજૂઆત કરી હતી 

 

સોશ્યલ મીડીયામાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી
અત્રે એ પણ નોંધનીય છે કે ન્યુ વેપારી મંડળના પ્રમુખ નિલેશ બથીયાએ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. પ્રવાસન મંત્રી હર્ષ સંઘવી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર સહિતનાઓને પણ એક્સ-હેન્ડલ સહિત સોશ્યલ મીડીયામાં ઉક્ત પ્રશ્નને ધારદાર રજૂઆત કરી પ્રજાને વાચા આપી હતી. વેપારી અગ્રણી અને આગેવાનોના સહિયારા પ્રયાસોથી અંતે ઘી ના ઠાસમાં ઘી ભળી જતાં વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી.
નાતાલના સમય દરમ્યાન હંગામી વ્યવસ્થા કરાશે
આ અંગે લેવાયેલ નિર્ણય મુજબ હાલમાં નાતાલના મીની વેકેશન આવી રયુ છે ત્યારે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં યાત્રાધામ દ્વારકામાં વધુને વધુ ટ્રાફીક થાય તેવી સંભાવના જોતા યાત્રીકોની સગવડતા માટે જરૂરીયાત અનુસાર કીર્તિ સ્તંભથી છપ્પન સીડી સુધી ડંગામી ધોરણે રેલીગની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આજ રીતે વાર- તહેવારે યાત્રીકોના ટ્રાફીકની સંભાવના અનુસાર ફંગામી રેલીંગ ઉભી કરવાનું ચર્ચાન અંતે નકકી કરાયું છે.


 

(7:38 PM IST)