<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

૬૦૦ પેટી વિદેશી દારૂના માતબાર જથ્થાના આરોપીની જામીન મુક્તિની અરજી મંજૂર

આરોપી રૂા.૧૦,૦૦૦/-ના સધ્ધર જામીન અને તેટલી જ રકમના જાતમુચરકા રજુ રાખ્યેથી શરતોને આધીન જામીન મુક્ત કરવા હુકમ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: વિસાવદરના એડવોકેટ રજનિક આર.શેખડાના જણાવ્યા અનુસાર વિસાવદરમાં ૬૦૦ પેટી વિદેશી દારૂનાં માતબર જથ્થાના આરોપીની જામીન મુક્તિની અરજી મંજૂર થઈ છે.
વિસાવદરના મે. ચોથા એડીશ્નલ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ભેંસાણ પોલીસ સ્ટેશન ગુન્હા રજી.નં.૧૧ ૨૦૩૦૦૭૨૫૦૩૫૧/૨૦૨૫થી પ્રોહી. એકટની કલમ-૬૫(એ) (ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી), ૯૮(૨) તથા બી.એન.એસ. કલમ-૧૧૧(ર)(બી),૧૧૧(૩), ૧૧૧ (૪), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબના ગુનાના કામની ફો.૫.અ.નંબર:૧ ૭૭/૨૦૨૫  મંજુર કરવામાં આવેલ છે. આ કામના આરોપી રૂા.૧૦,૦૦૦/-ના સધ્ધર જામીન અને તેટલી જ રકમના જાતમુચરકા રજુ રાખ્યેથી  શરતોને આધીન જામીન મુકત કરવાનો હુકમ કરવામા આવેલ છે.
૬૦૦ પેટી વિદેશી દારૂના મતબાર જથ્થાના આરોપીને જામીન મુક્તિ અંગેના કેસમાં વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી રજનીક આર. શેખડા તથા તેમની ટીમ એચ.એસ. હીરાણી, એન.એમ.ખુમાણ તથા એચ.ડી. ખાખડીયા દ્વારા વિસાવદરના નામદાર એડીશનલ એન્ડ ડીસ્ટ્રીકટ સેસન્સ જજ કોર્ટમાં જામીન અરજી રજુ કરતા તેમજ કાયદા મુજબની તાર્કિક દલીલો કરતા તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરતા આરોપીને વિસાવદરના નામદાર એડીશનલ એન્ડ ડીસ્ટ્રીકટ સેસન્સ જજ સાહેબે આરોપીની જામીન અરજી મંજુર કરી આરોપીને જામીન પર મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે તેમ એડવોકેટ રજનિક આર.શેખડાએ જણાવ્યું છે.

(7:39 PM IST)