News of Thursday, 11th December 2025
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ગુરૂવારે આખો દિ' વિસાવદરમાં અને શુક્રવારે આખો દિ' ભેસાણમાં રૂબરૂ મુલાકાતનો મોકો
વિસાવદર-, ભેંસાણ વિધાનસભા ક્ષેત્રના મતદારો-નાગરીકો ઇટાલિયાને રૂબરૂ મળીને પ્રશ્નો રજૂ કરી શકશે: રજૂઆત કરી શકશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર-ભેસાણ વિસ્તારનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યા મુજબ દર મહિને યોજાતો માસિક વિસાવદર-ભેંસાણ જનસંપર્ક કાર્યક્રમ ગુરૂવાર-શુક્રવારે નક્કી કરવામાં આવેલ છે.
વિસાવદર વિધાનસભા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્ય મતવિસ્તારના નાગરિકોને રૂબરૂ મળવાનો/રજૂઆત કરવાનો કાર્યક્રમ નીચે પ્રમાણે છે.
વિસાવદર કાર્યાલય :-
તારીખ:- ૧૧/૧૨/૨૦૨૫, ગુરુવાર
સમય :- ૧૦:૩૦ થી ૦૫:૦૦ સળંગ
સ્થળ :- ધારાસભ્યનું કાર્યાલય,
વિસાવદર શહેર મેઈન રોડ
ભેસાણ કાર્યાલય :
તારીખ:- ૧૨/૧૨/૨૦૨૫, શુક્રવાર
સમય :- ૧૦:૩૦ થી ૦૫:૦૦ સળંગ
સ્થળ :- ધારાસભ્યનું કાર્યાલય,
રાણપુર રોડ, ભેંસાણ ગામ.
ઉપરોક્ત બંને દિવસ દરમ્યાન જનસંપર્ક કાર્યક્રમમાં મતવિસ્તારના કોઈપણ વ્યક્તિ કાર્યાલય પર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને રૂબરૂ મળી શકશે અને કોઈપણ રજૂઆત કરી શકશે તેમ ધારાસભ્યશ્રીનું કાર્યાલય,વિસાવદર દ્વારા જાહેર કરાયુ છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
