News of Thursday, 11th December 2025
મોટી પાનેલીમાં રવિવારે સ્વ.ડે.ક્લે.પંકજસિંહ કે. જાડેજાની દશમી પુણ્યતિથિ એ ત્રિવિધ સેવાકાર્યો
સર્વરોગ નિદાન કેમ્પ - સન્માન સમારોહ - સ્કૂલબેગ વિતરણઃ ગોકુલ હોસ્પિટલ, મનન હોસ્પિટલ,નારાયણી હોસ્પિટલ રાજકોટ ના સુપર સ્પેસ્યાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપશે : મહિલાઓ માટે ખાસ સ્ક્રીનિંગ માટે ડો. લાલ ની સ્પેશિયલ ટીમ પેપ સ્પીમર કીટ સાથે ચેકઅપ કરશે

(અતુલ ચગ દ્વારા )મોટી પાનેલી તા.૧૧: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આગામી રવિવારે ત્રિવિધ સેવાકીય સેવાકાર્યો નો મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે મોટી પાનેલીના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના સનિષ્ઠ કર્મનીષ્ઠ રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત અને બેસ્ટ મામલતદાર તરીકેનો એવોર્ડ મેળવનાર એવા સ્વ. ડે. ક્લે. પંકજંિસંહજી કે. જાડેજા પરિવારનુ માર્ગ અકસ્માત માં અવસાન થયેલ જેમની દશમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ચૌદ ડિસેમ્બરના રોજ અત્રેના શ્રી કડવા પટેલ સમાજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ સાથે સરકારશ્રીમાં ઉચ્ચ પદે બિરાજમાન પાનેલીના યુવા યુવતીઓનુ સન્માન સાથે લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિક નુ સન્માન અને શાળાના બાળકોને છસો જેટલી સ્કૂલ બેગનું વિતરણ કરવાનો ત્રિવિધ સેવાયજ્ઞ નુ આયોજન મેમોરિયલ ગ્રુપ સાથે સમસ્ત ગામ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે
આ સેવાયજ્ઞમાં ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ, રાજકોટના સ્પેશીયાલીસ્ટ ડોકટર્સની ટીમ ડો.ચોટાઈ ન્યૂરોસર્જન, ડો.હિમાંશુ જોશીહૃદયના નિષ્ણાંત સર્જન,
ડો. કગથરા સ્પાઇન સર્જન, ડો.રામાણી જનરલ સર્જન, ડો. ઉર્મિલ પટેલ હાડકાના નિષ્ણાંત તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ડો. યશ ટીલાળા પેશાબના રોગોના નિષ્ણાંત, ડો. કે ડી રાદડીયા રેડિયોલોજીસ્ટ, ડો. ઓમદેવસિંહ ગોહિલ ચામડીના રોગો તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટ. તેમજ નારાયણી હોસ્પિટલ રાજકોટના સ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ ની ટીમ ડો ધર્મેન્દ્રસિંહ ગોહિલ જનરલ સર્જન, ડો ચેતનાબા જાડેજા ગોહિલ દુઃખાવાના નિષ્ણાંત, ડો. ચેતન્યસિંહ ગોહિલ - દુઃખાવાના નિષ્ણાંત, ડો જીનીશાબા સોઢા ગોહિલ દાંતના અને જડબાના સર્જન ડો. સિધ્ધાર્થસિંહ જાડેજા જનરલ મેડીસીન (જાડેજા હોસ્પિટલ, પોરબંદર), ડો. યજુર્વેન્દ્રસિંહ ગોહિલ ન્યૂરોસર્જન (અમદાવાદ), ડો ધાત્રીબા સરવૈયા ગોહિલ - માનસિક રોગના નિષ્ણાંત (અમદાવાદ). સાથે ડો. બંસી તક્વાણી ( મનન હોસ્પિટલ , રાજકોટ ડો. લાલ ગ્રુપ ) દ્વારા તમામ મહિલાઓના ગર્ભાશયના મુખના કેન્સર તેમજ સ્તન કેન્સર અને મહીલાઓના રોગની ખાસ તપાસ કરવામાં આવશે ( પેપ સ્પીમર ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવશે ) આ સેવાયજ્ઞ નો પાનેલી તેમજ આજુબાજુ ના ગામના તમામ લોકો માતાઓ બહેને વધુમાં વધુ લાભ લેવા પધારવા આયોજકની યાદીમાં જણાવેલ છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
