News of Thursday, 11th December 2025
કચ્છના ઢોંગી તાંત્રિક સામે વધુ એક મહિલાની ફરિયાદઃ નડતરના નામે શારીરિક અડપલાં કરી ૩ લાખ પડાવ્યા
પોલીસે ૭ વર્ષની સજા ધરાવતી નવી કલમ હેઠળ ગુનો નોંધ્યોઃ ભુજ વિસ્તારની ઘટના

(વનોદ કડલા દ્વારા) ભુજ, તા.૧૧: ભુજના માધાપર ગામે નડતર દૂર કરવાના નામે યુવતી સાથે અડપલાં કરનાર તાંત્રિક વિશાલ મારાજ ઉર્ફે વિશાલ ચંદુલાલ મોતા (રાજગોર)નું વધુ એક કરતૂત ખુલ્યું છે. ભુજની એક મહિલાએ આગળ આવી આ ધુતારા તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વિશાલ મારાજ વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ થઈ છે. કંકુનો ચાંદલો કરી શરીરમાં આત્મા છે તેને દૂર કરવાના નામે ઢોંગી તાંત્રિકે મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં પણ બીક બતાવી રૂપિયા ૩ લાખ ૧૧ હજાર પડાવી લીધા હતા. દરમ્યાન આ ઢોંગી તાંત્રિક સામે બીજી ફરિયાદ નોધ્યા બાદ પોલીસે નવા કાયદા હેઠળ ૭ વર્ષની સજાની જોગવાઈ ધરાવતી નવી કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. (રર.ર)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
