<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ભુજના બે યુવાનોના ખાતામાં સાયબર ફ્રોડના ૧ કરોડ રૂપિયાની લેતીદેતીઃ પોલીસે બંનેને ઝડપ્‍યા

પોલીસે સમન્‍વય પોર્ટલ આધારે ઠગાઇ માટે વપરાયેલ મ્‍યુલ એકાઉન્‍ટની તપાસ કરતા સામાન્‍ય નોકરી કરનાર યુવાનોના ખાતામાં લાખોની લેતીદેતી નિકળી, રૂપિયા લેનાર શખ્‍સોના વધુ બે નામો ખૂલ્‍યા

ભૂજ તા.૧૧: પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્‍વેઝ ગુજરાત રાજ્‍ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્‍જ, ભુજ તથા વિકાસ સુંડા પોલીસ અધિક્ષકશ્રી પヘમિ કચ્‍છ-ભુજનાઓ દ્રારા મ્‍યુલ એકાઉન્‍ટની સમન્‍વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે  અન્‍વયે સાયબર સેલના નોડલ અધિકારી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર જે.બી.જાદવ એલ.સી.બી. પヘુિમ કચ્‍છ-ભુજનાઓએ સાયબર ક્રાઇમ સેલના કર્મચારીઓને માર્ગદર્શન આપેલ.

સમન્‍વય પોર્ટલ ઉપરથી તાત્‍કાલિક બેંક એકાઉન્‍ટની માહિતી મેળવી એનાલીસીસ કરી અને તે આધારે (૧) ધનંજય શૈલેશભાઇ ચૌહાણ રહે.૨૭, સત્‍યમ સોસાયટી, બાપાસીતારામ મઢુલીની સામે,મંગલમ ચાર રસ્‍તા, ભુજ તથા (૨) આસીફ ઓસમાણ સાદ ઉ.વ.૨૮ રહે. સીતારા ચોક, ભીડ નાકા બહાર, ભુજ વાળાના નિવેદન લઇ તપાસ કરતા તે લોકો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવા આધારે સરકાર તરફે ફરીયાદી બની (૧) આરોપી ધનંજય શૈલેશભાઇ ચૌહાણ નાઓએ સાયબર ફોડ/છેતરપીંડીના કુલ્લે રૂપિયા ૮૭,૭૬,૫૧૦/- મેળવી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવેલ તથા (૨) આરોપી આસીફ ઓસમાણ સાદ નાઓએ સાયબર ફોડ/છેતરપીંડીના કુલ્લે રૂપિયા ૨૨,૦૦,૫૦૦/- મેળવી ગુનો કરેલ હોય જેથી ગુનો સાયબર સેલ પヘમિ કચ્‍છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ.

ઉપરોક્‍ત બન્ને ગુના કામના આરોપી (૧) ધનંજય શૈલેશભાઇ ચૌહાણ રહે.૨૭, સત્‍યમ સોસાયટી, બાપાસીતારામ મઢુલીની સામે, મંગલમ ચાર રસ્‍તા, ભુજ તથા (૨) આસીફ ઓસમાણ સાદ ઉ.વ.૨૮ રહે. સીતારા ચોક, ભીડ નાકા બહાર, ભુજ વાળાને હસ્‍તગત કરી ભુજ શહેર એ ડીવીઝન તથા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

(11:51 AM IST)