<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

દ્વારકા જિલ્લામાં વ્‍હેલ માછલીની ઉલ્‍ટી વેચવા આવેલા બે શખ્‍સો ૧ કરોડના જથ્‍થા સાથે ઝડપાયા : જુઓ વિડીયો

પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડી.વાય.એસ.પી. સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ બી.જે. સરવૈયા અને સ્‍ટાફનો સપાટો

કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્‍હેલ માછલીની ઉલટી વેચવા આવેલા બે આરોપીને એક કરોડના જથ્‍થા સાથે પોલીસે ઝડપી લીધા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. દ્વારકા જિલ્લામાં દ્વારકા વિસ્‍તારમાંથી બે શખશો વ્‍હેલ માછલીની ઉલટીના એક કરોડના જથ્‍થા સાથે પકડાયા છે.

 ભાવનગર થી આવેલા આ બે શખ્‍સો અહીં જથ્‍થો વેચવા આવેલા હોય જિલ્લા પોલીસવડા શ્રી જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડ ના માર્ગદર્શન સાથે એલસીબી પીઆઇ બીજે સરવૈયા તથા સ્‍ટાફે આ કામગીરી કરી છે.

બે દિવસ પહેલા એલસીબી પીઆઇ તરીકે  ચાર્જ  સંભાળ્‍યા પછી આ ૧ કરોડ ઉપરાંતની કિંમતની વ્‍હેલ માછલીની ઉલટીના જથ્‍થા સાથે પકડવાનો એલસીબીનો આ પહેલો કેસ છે. 

રાજકોટ વિભાગના  પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિહ વાળાએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના દરીયાકાઠા વિસ્તારને ધ્યાને લઇ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી અનુસુચિમાં જણાવવામાં આવેલ સંરક્ષિત જીવોના અવશેષોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી આવી ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતી.

        જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર બી.જે.સરવૈયા નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, વી.એન.સિંગરખીયા, એસ.એસ.ચૌહાણ નાઓ અલગ અલગ ટીમો બનાવી દરીયાઇ વિસ્તાર ધરાવતા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલીંગ ફરી ઉપરોકત મુજબની બાતમી હકીકતો મેળવવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન પો.સ.ઇ બી.એમ દેવમુરારી નાઓ દ્વારકા દરીયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

          ત્યારે એલ.સી.બી.ના ASI બલભદ્રસિંહ ગોહીલ, જગદીશભાઈ કરમુર, HE પ્રદિપસિંહ જાડેજા, પીઠાભાઇ ગોજીયા નાઓને સંયુકત રીતે બાતમીદાર મારફતે વ્હેલ માછલીની ઉલ્ટી (એબરગ્રીસ) ની હેરફેર બાબતે ચોક્કસ બાતમી હકીકત મળતા આધારભુત માહિતી આધારે, દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારના દ્વારકા રેલ્વે સ્ટેશન રોડ પર સંથાજી સર્કલ નજીકથી નીચે જણાવેલ નામવાળા બે શંકાસ્પદ ઇસમોને કુલ વજન ૧.૧૫ કિ.ગ્રા. કિ.રૂ. ૧.૧૫,૦૦,૦૦૦/- ની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી નાઓએ પકડી પાડી, રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી દ્વારકા નાઓની કચેરીના અધિકારી દ્વારા પરીક્ષણ-તપાસ કરી કબ્જે કરવામાં આવેલ છે. 

         મજકુર ઇસમોની પુછપરછ કરતા પોતાને આ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) ભાવનગર ખાતેથી વેચાણ અર્થે દ્વારકા લઇ આવેલ હોય અને વ્હેલ માછલીની ઉલ્ટી બહુ મુલ્યવાન હોય અને ઉંચી કિંમતવાળી હોવાનું જણાવેલ હોય અને તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતા હોવાની હકીકત જણાય આવેલ છે. મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) અને બન્ને ઇસમો વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારકા નાઓને સોંપી આપેલ છે.

         પોલીસે પકડાયેલ (૧) નિરવ બાલાભાઈ ભટ્ટ ઉ.વ.-૩૫ રહે, નિર્મલનગર, ભાવનગર(૨) સુનીલભાઈ ચંદ્રકાન્તભાઇ સંભવાણી ઉ.વ.-૪૭ રહે- શાસ્ત્રીનગર, ભાવનગરની ધરપકડ કરી છે.પકડાયેલ મુદ્દામાલ - વવ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) ના નાના-મોટા ટુકડાઓનું કુલ વજન ૧.૧૫ કિ.ગ્રા. જેની આશરે કિ.રૂા.- ૧.૧૫,૦૦,૦૦૦/- (એક કરોડ પંદર લાખ)

આ કાર્યવાહી એલ.સી.બી. PI  બી.જે.સરવૈયા નાઓની સુચના મુજબ PSI બી.એમ.દેવમુરારી,  વી.એન.સિંગરીયા,  એસ.એસ.ચૌહાણ તથા ASI બલભદ્રસિંહ ગોહીલ, જગદિસભાઇ કરમુર, દિનેશભાઇ માડમ, HC પ્રદિપસિંહ જાડેજા, પીઠાભાઈ ગોજીયા તથા ડ્રા. HC હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા તથા રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારકાના સુનિલ ગોવીદભાઇ કણઝારીયા, વનપાલ (રાઉન્ડ ફોરેસ્ટર) નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(3:51 PM IST)