<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

સંશોધન એ કથળતા જતા શિક્ષણની ગુણવતા સુધારણાનો પાયો છેઃ ડો.વિરમભાઇ ગોઢાણીયા

પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજના અર્થશાષા ડિપાર્ટમેન્‍ટના વિઝિટિંગ પ્રોફેસર વૈભવીબેન ચુડાસમાએ ઉતર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પી. એચડી.નો સંશોધનાત્‍મક અભ્‍યાસનું રજીસ્‍ટ્રેશન કરાવવા બદલ અભિવાદનઃ પોરબંદર જીલ્લાના મત્‍સ્‍ય ઉદ્યોગનું આર્થિક વિશ્‍લેષણ પર સંશોધન હાથ ધરશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૧: ડો વી. આર ગોઢાણીયા મહિલા કોલેજ ના અર્થશાષા ડિપાર્ટમેન્‍ટ ના વિઝિટિંગ પ્રોફેસર શ્રી વૈભવીબેન હરીશભાઇ ચુડાસમાએ ઉતર ગુજરાતની પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં આર્ટ્‍સ ડિપાર્ટમેન્‍ટના વડા માર્ગદર્શક ગાઈડ ડો. પ્રિયંકાબેન ગોવિંદભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ અર્થશાષા વિષયમાં પોરબંદર જિલ્લાના મત્‍સ્‍ય ઉદ્યોગનું આર્થિક વિશ્‍લેષણએ વિષય પર પી. એચડીનું રજીસ્‍ટ્રેશન કરવામાં આવતા તેઓનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

પોરબંદરમાં છેલ્લાં ૩૮ વર્ષથી શિક્ષણ શિસ્‍ત અને સંસ્‍કાર ઘડતરમા અગ્રેસર પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રષ્ટ સંચાલિત ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજનાં અર્થ શાષા ડિપાર્ટમેન્‍ટમાં ડાયરેક્‍ટર ડો.ભાવનાબેન કેશવાલાના માર્ગ દર્શન હેઠળયુ.જી અને પી.જી માં ફરજ બજાવતા વિઝિટિંગ પ્રોફેસર શ્રી વૈભવી ચુડાસમા વિઝિટીન પ્રોફેસર તરીકે અર્થશાષાનું અધ્‍યાપન કરાવી રહ્યા છે

તેઓએ ઉત્તર ગુજરાત પાટણ ની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અર્થશાષા વિષયમાં પીએચડીનું રજીસ્‍ટ્રેશન કરવા બદલ  ટ્રસ્‍ટની ઓફીસ ખાતે તાજેતરમા અભિવાદન કરવામાં આવ્‍યું હતું  પ્રારંભમાં ગોઢાણીયા મહિલા કોલેજ ના યુ. જી અને પી જી ડિપાર્ટમેન્‍ટ ના ડાયરેક્‍ટર ડો.ભાવનાબેન કેશવાલા એ જણાવ્‍યું હતું કે અર્થ શાષા માં બદલાવ આવ્‍યો છે ત્‍યારે પોતાનુ અપગ્રેડ રહેવા માટે પી. એચ. ડી નું અભ્‍યાસ કરવા જરૂરી છે જો અધ્‍યાપક પોતાની તેજસ્‍વિતા  વધારે તો જ તેઓ વિદ્યાર્થી તેજસ્‍વતા ધારણ કરી શકે.

ટ્રસ્‍ટની ઓફિસ ખાતે ટ્રસ્‍ટ ના પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા એ અધ્‍યાપકો  પોતા ના વિષય માં તલ સ્‍પર્શી અભ્‍યાસ કરવા પી એચડીનું સંશોધન કરે તે સંસ્‍થા માટે ગૌરવપ્રદ છે. તેનો સંશોધનાત્‍મક અભિગમ બિરદાવતા જણાવ્‍યું હતું કે. અર્થશાષા એ દેશના વિકાસની કરોડ રજ્જુ છે. અર્થશાષા સહિતના વિષયો માં સંશોધન થવા જોઈએ. વિદેશમાં શિક્ષણ નું સ્‍તર ખુબજ ઊંચું છે તેના પાયામાં ત્‍યા સતત શંસોધન થતા હોઈ છે આપણે ત્‍યાં સંશોધન  પરત્‍વે ઉદાસીનતા જોવા મળે છે આથી પોતાની વ્‍યવસાયિક સજજતા વિકસાવવા સંશોધન આવશ્‍યક છે  શંસોધન એ શિક્ષણ મા કથળતા જતા શિક્ષણ ની ગુણવતા સુધારણાનો પાયો ગણાવી અધ્‍યાપકની સંશોધનાત્‍મક અભિગમની સરાહના કરી અભિનંદન પાઠવ્‍યા હતાં.

આ પ્રસંગે ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્‍સીપાલ ડો.કેતનભાઇ શાહએ અધ્‍યાપકો પોતાની વ્‍યવસાયિક કારકિર્દી મજબૂત બનાવવા માટેકોલેજ તથા ટ્રસ્‍ટ તરફ થી અધ્‍યાપકોને પ્રેરણા પ્રોત્‍સાહન પૂરું પાડવામાં આવે છે.

આ પ્રસંગે ગોઢાણીયા બી એડ કોલેજ નાં ડાયરેક્‍ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા એ જણાવ્‍યું હતું કે,  રાષ્‍ટ્રિય શિક્ષણ નીતિ અમલી બનતા હવે શંસોધન કરવું ફરજિયાત બન્‍યું છે. હવે દરેક શિક્ષક કે પ્રોફેસર એ  વિદ્યાર્થી બની અભ્‍યાસ  કરી પોતાની વિષય માં ઇન્‍ટર્નશિપ, શંસોધન અને ઈનોવેશન વિઝન વિકસાવવું પડશે અને પોતાની વિદ્યાર્થીઓ સાથે સંવાદ, ચર્ચા કરતા રહેવું પડશે ત્‍યારે વિઝિટિંગ પ્રોફેસર સંશોધન કાર્ય કરી તે સંસ્‍થાનું ગૌરવ છે.

આ અભિવાદનના અવસરે  ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્‍સીપાલ ડો.કેતનભાઇ શાહ કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા, યોગા કોલેજના કો ઓર્ડીનેટર શ્રી જીવાભાઈ ખુંટી, મહિલા હોસ્‍ટેલના એડમિનીસ્‍ટેટર કિરણબેન ખુંટી, ટ્રસ્‍ટના અંગત સેક્રેટરી શ્રી કમલેશભાઈ થાનકી, હિસાબી શાખા ના વડા શ્રી વિજયભાઇ થાનકી, દીપેન ભાઇ જોષી, શ્રી અશોકભાઇ જોષી, શ્રી ભાવેશભાઈ મોઢા,  સ્‍પોર્ટ્‍સ પ્રોફેસર ડો  ધર્મેન્‍દ્રભાઈ મોતી વરસ,  બી એસ ડબલ્‍યુ ડિપાર્ટમેન્‍ટ ના ડાયરેક્‍ટર શ્રી રણમલભાઇ કારાવદરા બીબીએ ડિપાર્ટમેન્‍ટના ડાયરેક્‍ટર શ્રી ચિત્રા બેન જુંગી સહીત મહિલા કોલેજનો સ્‍ટાફ પરિવાર હાજર રહ્યા હતા.

આ અવસરે ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા, ટ્રસ્‍ટીશ્રીઓ શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા, શ્રી ભરત ભાઇ વિસાણાં સહીત ટ્રસ્‍ટીગણે  પ્રોફેસરોને અભ્‍યાસ વળતિને બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતાં

(12:16 PM IST)