<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

વિરપુર (જલારામ)માં રવીવારે શિક્ષણ મંત્રી રીવાબાનો સત્‍કાર સમારોહ

વીરપુર, તા. ૧૧: સામાજીક સંસ્‍થા આવિષ્‍કાર યુનિવર્સલ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ તેમજ  પ્રાયમરી એન્‍ડ માધ્‍યમીક સ્‍કુલ તથા સમગ્ર ક્ષત્રીય રાજપુત સમાજ વિરપુર (જલારામ) ના સંયુક્‍ત ઉપક્રમે જામનગર ઉત્તરના ધારાસભ્‍ય અને હાલમાં નવા મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી તરીકે નિમણુક પામનાર શ્રીમતી રીવાબા રવિન્‍દ્રસિંહ જાડેજાનો આગામી તા. ૧૪ ને રવીવાર ના સત્‍કાર સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં સવારે ૧૦:૦૦ કલાકે વિશાળ બાઇક રેલી સાથે રોડ શો તથા જેતપુર રોડ પર આવેલ પ્રેરણા માધ્‍યમીક સ્‍કુલના પટ્ટાંગણમાં વિશાળ સમીયાણા માં આયોજન રાખવામાં આવેલ છે.

આ સંપૂર્ણ કાર્યક્રમ જેતપુરના યુવા ધારાસભ્‍ય તથા પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવેલ હોય તેમજ આ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્‍ય શ્રીમતી ગીતાબા જાડેજા તથા રાજકોટ જીલ્લા ગ્રામ્‍ય એસ.પી.વિજયસિંહ ગુર્જર મુખ્‍ય અતિથી તરીકે ઉપસ્‍થિત થનાર છે. તેમજ આમંત્રીત અન્‍ય મહાનુભાવોમાં રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, અમુલ દુધ ડેરીના વાઇસ ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, જેતપુરના અગ્રણી ઉદ્યોગપતી તથા ભાજપના અગ્રણી નેતા મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા પંચાયતના સદસ્‍ય જનકભાઈ ડોબરીયા તથા તાલુકા પંચાયત સદસ્‍યા દિનેશભાઈ વઘાસીયાતથા વિરપુર (જલારા) ગામના સરપંચ રમેશભાઈ સરવૈયા તથા ઉપસરપંચ સંજયભાઈ ઠુંગા તેમજ કોળી સમાજના આગેવાન કેશુભાઈ મેર તથા સ્‍વ.વેલજીભાઇ સરવૈયા મેમોરીયલ ટ્રસ્‍ટના પ્રમુખ જગદિશભાઈ સરવૈયા તથા શિક્ષણ ક્ષેત્રના અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. તેમજ આ કાર્યક્રમમાં વિરપુર (જલારામ) ગામની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, જાહેર જનતા તથા આજુબાજુ ના વિસ્‍તારની જાહેર જનતાને પધારવા આયોજકો તરફથી આમંત્રણ પાઠવાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા વિરપુરના સામાજીક આગેવાન તથા યુવા એડવોકેટ અનિલભાઈ સરવૈયા, પ્રેરણા માધ્‍યમીક સ્‍કુલના આચાર્ય સુભાષભાઈ જોષી, હોટેલ ધ માનવ વાળા અતુલભાઈ બારસીયા, ક્ષત્રીય સમાજના આગેવાન ધર્મરાજસિંહ જાડેજા, નૈમિષભાઇ સરવૈયા, લખુભાઇ આહિર તથા જલારામજી વિદ્યાલય ના આચાર્ય વી.ડી. નૈયાએ જહેમત ઉઠાવેલ છે.(તસ્‍વીરઃ કિશનસિંહ મોરબીયા-વિરપુર)

(12:16 PM IST)