News of Thursday, 11th December 2025
વિરપુર પાસે ૧૭.૬૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો
સેલુકા ગામની સીમમાં કટીંગ થતું'તુને રૂરલ એલસીબી ત્રાટકીઃ કાર અને ટ્રક સહિત ૩૦ લાખના મુદામાલ સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ

તસ્વીરમાં પકડાયેલ શખ્સ અને દારૂનો જથ્થો નજરે પડે છે.
રાજકોટ તા.૧૧: વિરપુરના સેલુકા ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થતુ હતુ ત્યારે રૂરલ એલસીબીએ દરોડો પાડી ૧૭.૯૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો સહિત ૩૦ લાખના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરએ દારૂ જુગારના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા તથા પો.કોન્સ. મિરલભાઈ ચંદ્રવાડીયાને સંયુક્ત બાતમી હકિકત આધારે વિરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર સેલુકા ગામની સીમ ગોરીયા ધાર નામની ખુલ્લી જગ્યામાં ઈગ્લીશ દારૂના કટીંગ સમયે રેઇડ કરી ૧૭.૯૫ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે કપીલ અરૂડચંદ રાજપુત રહે. નશવારી તા.ગોવીદગઢ જી. અલવર રાજ્ય રાજસ્થાનને ઝડપી લીધો હતોફ જયારે વિપુલ હાથીયાભાઈ લાલુ રહે. રબારીકા ગામ તા. જેતપુર નું નામ ખુલતા તેની શોધખોળ હાથધરાઇ છે. પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૮૧૫ કિ.રૂા. ૧૭,૯૫,૬૧૭/ આઈસર કંપનીનો ટ્રક જેના રજી. નં. એચઆર ૫૫ એકસ ૧૦૬૨ કી.રૂ ૧૦,૦૦,૦૦૦/- - મારૂતી કંપનીની સ્વીફ્ટ કાર રજી. નં. જીજે- ૧૮ -બીબી- ૭૭૩૭ કી.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ ૧ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ ૩૦,૦૦૬૧૭નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
