<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ઠંડીમાં નજીવો વધારોઃ ગિરનાર ૭.૩, નલીયા ૯ ડિગ્રી

રાજકોટમાં ૧ર.પ ડિગ્રીઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શિયાળાનો જામતો માહોલ

રાજકોટ તા. ૧૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં નજીવો વધારો થયો છે. ગિરનાર ઉપર ૭.૩ ડિગ્રી, નલીયા ૯, અમરેલી ૧૧.૪, જામનગરમાં ૧ર.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે પણ ગિરનાર પર્વત ૭.૩ ડિગ્રી ઠંડીથી ટાઢોબોળ રહ્યો હતો. ગઈકાલે ગિરનાર પર્વત ઉપર ૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે સવારે સામાન્‍ય ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૭.૩ ડિગ્રી નોંધાયું હતું. સતત બીજા દિવસે પણ ગિરનારના પર્વત વિસ્‍તારમાં કાતિલ ઠંડી રહેતા પાણી બરફ જેવું થઈ ગયું હતું. કાતિલ ઠંડીની સાથે ઠંડો પવન પણ ફૂંકાતા પ્રવાસીઓના હાલ બેહાલ થઈ ગયા હતા.

જુનાગઢ શહેરમાં પણ સવારે લઘુતમ તાપમાન વાતાવરણમાં ૭૭% ભેજ વચ્‍ચે બાળપણ ૩ ડીગ્રી નોંધાતા શહેરીજનોને ગરમ કપડાનો આશરો લેવો પડ્‍યો હતો

સવારે કાતિલ ઠંડીની સાથે ૧.૯ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા શીતલહેર દોડી ગઈ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૨.૪, મહતમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૬૩%, પવનની ગતિ ૨ કિ.મી. રહી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં આજે ગુરૂવારે લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી નોîધાયુ હતું. લોકોઍ કડકડતી ઠંડી અનુભવી હતી. આજે સવારે વાતાવરણ ભેજનું પ્રમાણ ૭૨„ રહ્નાં હતું. ત્યારે પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(12:17 PM IST)