તા. ૨૮ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૦ બુધવાર
News of Friday, 12th December 2025
માળિયામાં લાકડાથી ભરેલા છકડા સાથે બાઈક અથડાતા બાઈકચાલકનું મોત.
વિશાલનગરથી સુલતાનપુર ગામ વચ્ચે કોઝવે પાસે છકડો રીક્ષા અને બાઈક સામસામે અથડાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના વિશાલનગરથી સુલતાનપુર ગામ વચ્ચે કોઝવે પાસે છકડો રીક્ષા અને બાઈક સામસામે અથડાયા હતા અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને છાતીના તેમજ હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
માળિયાના ચીખલી ગામે રહેતા જુગાભાઇ અવચરભાઈ પરસુંડાએ છકડો રીક્ષા જીજે ૦૪ એયુ ૪૯૪૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે માળિયાના વિશાલનગરથી સુલતાનપુર ગામ વચ્ચે કોઝવે પાસે છકડો રીક્ષા ચાલકે પુરઝડપે ચલાવી ફરિયાદીના દીકરા સાગરના બાઈક જીજે ૩૬ એએન ૧૫૪૮ સાથે સામે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા સાગરને શરીરે આંખ ફૂટી ગઈ તેમજ કપાળના ભાગે અને છાતી તથા હાથ પગે ગંભીર ઈજા પહોંચત મોત થયું હતું માળિયા પોલીસે છકડો રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
