News of Friday, 12th December 2025
ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા સહપરિવાર સાથે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત
પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા ની બંને પૌત્રીઓ સિયા અને સાવી સાથે હળવી પળોમાં પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ, હળવદ ધ્રાંગધ્રા ના પુવૅ ધારાસભ્ય,પુવૅ મંત્રી, જયંતિભાઈ કવાડીયા સહપરિવાર સાથે નવી દિલ્હી ખાતે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તેઓની સાથેભાજપના કાર્યકર તરીકેની સફરને યાદ કરી સહિત અનેક જુની પળોને યાદ કરી જૂના સ્મરણો વાગોળીને આનંદ પ્રાપ્ત કર્યા હતો.
દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ તેમના વ્યસ્ત સમયની વચ્ચે ટાઈમ કાઢી જયંતિભાઈ કવાડીયાના સહપરિવાર સાથે આત્મીય મુલાકાત કરી હતી, જે કવાડીયા પરીવારનાસૌ માટે જીવનનું અમૂલ્ય સંભારણું બની રહ્યું હતું. જે બદલ આદરણીય પ્રધાનમંત્રી શ્રીમોદી સાહેબનો હૃદયપૂર્વક જયંતિભાઈ કવાડીયા એ આભાર વ્યક્ત કર્યો હતો.
જયંતિભાઈ કવાડીયાની બંને પૌત્રીઓ સિયા અને સાવી સાથે હળવી પળોમાં પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદી માણી અને ઉજ્જવળ ભવિષ્યની પ્રગતી માટે પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
