News of Friday, 12th December 2025
ઘરેલું કંકાસમાં પતિના હાથે પત્નીની કરપીણ હત્યા: ધારીયું ઝીંકી પતાવી નાખી
ભુજના દાદુપીર રોડનો બનાવ, અલગ રહેતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ હત્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : ઘરેલું કંકાસમાં ભુજમાં પતિના હાથે પત્નીની કરપીણ હત્યાના બનાવે અરેરાટી સાથે ચકચાર સર્જી છે. શહેરના દાદુપીર રોડ ઉપર આ બનાવ બન્યો હતો જેમાં ૨૫ વર્ષીય પત્ની અમરીન અલાના પઢિયારની તેના પતિ ફિરોઝ ઈબ્રાહિમ સીદીએ માથામાં ધારીયું ઝીંકી હત્યા નિપજાવી હતી. કંકાસના કારણે પતિ પત્ની બંને અલગ રહેતા હતા. હત્યા કર્યા બાદ આરોપી પતિ જાતે જ ભુજ બી ડિવિઝન પોલીસમાં હાજર થઈ ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
