News of Friday, 12th December 2025
સાયબર ફ્રોડના રૂપિયા ૧૦૦ કરોડથી વધુની હેરાફેરીમાં ભુજના ૩ યુવાનોની સંડોવણી ખુલતા ચકચાર
દેશભરમાંથી સાયબર ફ્રોડની ૪૦ ફરિયાદો, એચ.ડી.એફ.સી. બેંક ભુજના કર્મચારીની સંડોવણીથી બોગસ પેઢીનું કરંટ ખાતું ખોલાવી ૯ મહિનામાં ૧ અબજથી વધુ અ..ધ..ધ રકમની હેરાફેરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨: સાયબર ફ્રોડ સામે સરકાર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશ અને રાજ્ય પોલીસ વડા દ્વારા સમન્વય એપ તથા મ્યુઅલ બેંક એકાઉન્ટ સામેની તપાસ રંગ લાવી રહી છે. આ અંતર્ગત પヘમિ કચ્છ પોલીસે મોટો ધડાકો કર્યો છે. બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પヘમિ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન નીચે સાયબર ક્રાઇમ સેલના નોડલ અધિકારી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.જાદવ અને એલસીબી, સાયબર પોલીસ સ્ટાફે સાયબર ફ્રોડની રકમની અ..ધ..ધ રકમની હેરાફેરી ઝડપી પાડી છે જેમાં એક બેંક કર્મચારી સહિત કુલ ૩ જણની સંડોવણી ખુલી છે. પોલીસે હાલમાં શુભમ હરિહર ડાભી ઉ.વ.૨૯ રહેવાસી, સાગર સીટી, મુન્દ્રા રોડ, ભુજ ને ઝડપ્યો છે. પોલીસે તેનું નિવેદન લઇ તપાસ કરતા તે સાયબર ફ્રોડમાં સંકળાયેલા અન્ય બે યુવાનો જીગર મહેન્દ્રભાઇ પરગડુ, હિરાની નિવાસ, છાડુરા, તા.અબડાસા કચ્છ અને ત્રીજા આરોપીમાં ભાવિક એચડીએફસી બેંક ની સંડોવણી ખુલ્લી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો પ્રમાણે શુભમ ડાભીના નામે એચડીએફસી બેંક ભુજની શાખામાં ક્રિષ્ના ટ્રેડિંગના નામે બોગસ પેઢીના કાગળિયા ઉભા કરી ખાતું ખોલવામાં આવ્યું હતું. આ બોગસ પેઢીના ખાતામાં સાયબર ફ્રોડની રકમ ૧૦૫ કરોડ ૧૨ લાખ ૫૨ હજાર ૮૨૬ રૂપિયા મેળવી અને મોટાભાગ ની રકમ ઉપાડી લેવાઈ હતી. જે સાયબર ઠગોને પહોંચાડી દેવાઈ હતી. માસિક ૩૦ હજાર રૂપિયા કમિશન લઈને બેંક ખાતું ભાડે આપ્યું હોવાની વાત ખુલી છે. જોકે, બોગસ પેઢી ઊભી કરી અને મોટી રકમની હેરાફેરીમાં ત્રણેય આરોપીઓની સંડોવણી હોવાનું ખુલતા સાયબર સેલના કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરીએ આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. અન્ય બે યુવાનોની અટકાયત કરવાની તજવીજ તેમ જ અન્ય કોઈ આરોપીઓ સંડોવાયા છે કે કેમ તે અંગે પોલીસે વધુ ઊંડી તપાસ હાથ ધરાઈ છે.ભુજના આ બેંક ખાતામાં દેશના અન્ય રાજ્યો દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ અને ગુજરાત માંથી કુલ ૪૦ થી વધુ ફરિયાદ થઈ છે. જોકે, બેંક ખાતા ભાડે આપવાની લાલચ કાયદાના સકંજામાં લાવી શકે એમ હોઈ આવી ગેરકાયદે પ્રવળત્તિઓથી દૂર રહેવું જોઈએ.(
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
