<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

શિયાળાની અસલી જમાવટ ડીસેમ્‍બરના અંતિમ દસકામાં

આવતી કાલે દસ્‍તક દેનાર ડબલ્‍યુડી નબળુ છે. કારા કોરમની ઉંચી પહાડીઓ પરથી પસાર થઇ જશે. તેની પાછળ આવી રહેલ નવુ ડબલ્‍યુડી કાશ્‍મિર સહિત દિલ્‍હીમાં પણ વરસાદ વરસાવી શકવા સક્ષમ રહેનાર છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સ પર દૃષ્‍ટિ યાત કરતા એ સ્‍પષ્‍ટ થાય છે કે, આવતી કાલે દસ્‍તક દેનાર વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ યાને ડબલ્‍યુડી નબળુ સાબિત થનાર છે. તે જમ્‍મુ-કાશ્‍મિર-લદાખ પર સ્‍નોફોલનો ભારે સ્‍નોફોલ વરસાવવા સક્ષમ જણાતુ નથી. બલ્‍કે કારા કોરમની ઉંચી પહાડીઓ પરથી પસાર થઇ જવાનું છે.

જો કે આ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના પસાર થવા બાદ ગુજરાત સુધી રાત્રીનાં સમયે લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. અર્થાત રાત્રે ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

બાદમાં નવું ડબલ્‍યુડી આગામી ૧૯-ર૦ ડીસેમ્‍બર આસપાસ દસ્‍તક દેનાર છે. જે મજબુત છે. કાશ્‍મીર સહિત દિલ્‍હી સુધી વરસાદ વરસાવી શકે તેવું સક્ષમ આ મોડેલ મેપ્‍સમાં જોવા મળે છે. આ બીજા ડબલ્‍યુડી ના આગમન સમયે આ સીસ્‍ટમના નીચેના ભાગે સાયકલોનિક સરકયુલેશન પણ જોવા મળી શકે છે. તેના કારણે ડબલ્‍યુડીના આગમન વેળા પવનોની દિશા બદલાયે એક-બે દિ' આપણે ગુજરાતમાં ઠંડી થોડી ઘટી હોવાની અનુભુતી થશે જો કે એ છેતરામણી સાબિત થશે અને ડબલ્‍યુડીના પસાર થઇ જવા બાદ આપણે અહીં ભારે ઠંડીનો દૌર જોવા મળશે. ટુંકમાં ડીસેમ્‍બરના અંતિમ દસકામાં શિયાળાની અસલી જમાવટ જોવા મળવાની સંભાવના રહે છે

(10:45 AM IST)