<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ધ્રોલના ખારવા રોડ પર રામરોટીબાપુની જગ્‍યામાં શ્રીમદ્‌ ભાગવત કથાનું સફળતાપૂર્વક સમાપન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૨: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ખારવા રોડ પર આવેલી આસ્‍થાનું કેન્‍દ્ર એવી સુપ્રસિદ્ધ રામરોટીબાપુની જગ્‍યામાં તાજેતરમાં શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ધાર્મિક આયોજન તારીખ ૫/૧૨/૨૦૨૫ થી તારીખ ૧૧/૧૨/૨૦૨૫ સુધી યોજાયું હતું, જેમાં મોટી સંખ્‍યામાં ધર્મપ્રેમી જનતાએ કથા શ્રવણનો લાભ લીધો હતો.

આ પાવન પ્રસંગે વ્‍યાસપીઠ પર સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાષાી શ્રી મથુરાભાઈ વિનોદચંદ્ર મહેતા (મુ. હરિસ્‍પર, તા. લાલપુર, જિ. જામનગર) બિરાજમાન થયા હતા. શાષાીજીએ પોતાની મધુરવાણી અને સંગીતમય શૈલીમાં શ્રીમદ્‌ ભાગવતનાં રહસ્‍યોનું સુંદર નિરૂપણ કર્યું હતું. તેમની અમળતવાણીનું શ્રવણ કરીને સમગ્ર વિસ્‍તારના શ્રોતાઓ ભક્‍તિના રંગે રંગાયા હતા.

કથા દરમિયાન ભગવાન શ્રીકળષ્‍ણની લીલાઓના અનેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રુક્ષ્મણી વિવાહનો પ્રસંગ ભક્‍તિભાવપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ પવિત્ર પ્રસંગે મોટી નાગાજણના નિવાસી નીતેશભાઈ દ્વારા કન્‍યાદાન કરવાનો ધાર્મિક લ્‍હાવો લેવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ઉપસ્‍થિત સૌ ભક્‍તોએ કળષ્‍ણપ્રરુક્ષ્મણીના દિવ્‍ય વિવાહનાં દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

આ સાત દિવસીય ભાગવત કથાએ ધ્રોલ અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આધ્‍યાત્‍મિક વાતાવરણ ઊભું કર્યું હતું અને રામરોટીબાપુની જગ્‍યાને ભક્‍તિના અલોકિક રંગથી શોભાવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ સંજય ડાંગર -ધ્રોલ)

 

(1:10 PM IST)