<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

મોરબીમાં પાનની દુકાનમાં મેફેડ્રોન ડ્રગ્‍સનું વેચાણ થતુ'તુ ! દુકાનદાર નવઘણની ધરપકડ

તસ્‍વીરમાં ડ્રગ્‍સનો જથ્‍થો અને પકડાયેલ શખ્‍સ નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ, મોરબી)

મોરબી, તા. ૧ર : મોરબી શહેર જિલ્લામાં યુવાધન દેશી, વિદેશી દારૂ, ગાંજો અને નશીલા મેફેડ્રોન જેવા પદાર્થનું ક૨તા થયા છે. જો કે, પોલીસ પણ દારૂ -ડ્રગ્‍સના દુષણ સામે સતત કામગીરી કરી રહ્યું છે ત્‍યારે હવે તો ડ્રગ્‍સનું દુષણ પાનની દુકાન સુધી પહોંચી ગયું છે. આવા જ એક કિસ્‍સામાં એસઓજી ટીમે નેશનલ હાઇવે પર પાર્ક ફન હોટેલ સામે પાનની દુકાનમાં દરોડો પાડી ૧૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ કબ્‍જે કરી એક આરોપીને ઝડપી લઈ અન્‍ય એક આરોપીનું નામ ખોલાવ્‍યું હતુ

મોરબી એસઓજી પોલીસ ટીમે બાતમીને આધારે ગઈકાલે મોરબી-માળીયા નેશનલ હાઇવે પર આવેલ પેસિફિક બિઝનેશ પાર્ક ફન હોટલ સામે આવેલ ડિલક્‍સ પાનની દુકાનમાં દરોડો પાડી આરોપી મૂળ જામનગરના અને હાલમાં કુબેરનાથ સોસાયટીમાં રહેતા આરોપી નવઘણભાઈ કિશોરભાઈ છીપરિયાને નશીલા મેફેડ્રોન ડ્રગ્‍સ કિંમત રૂપિયા ૪૨,૦૦૦ સાથે ઝડપી લઈ ડ્રગ્‍સ વેચાણ થકી મેળવેલ રોકડા રૂ.૨૯,૬૦૦ ઉપરાંત રૂ.૩૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન સહિત ૧,૦૧,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં મેફેડ્રોન ડ્રગ્‍સના આ ધંધામાં આરોપી કલ્‍પેશ રહે.ધ્રાંગધ્રા વાળાની સંડોવણી હોવાનું કબુલતા એસઓજી ટીમે આરોપી નવઘણની ધરપકડ કરી આરોપી કલ્‍પેશને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી

(12:58 PM IST)