<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

મોરબીમાં પતિ સાથે ઝઘડો થતા પત્‍નીનો આપઘાત

એલઇ કોલેજના ગ્રાઉન્‍ડમાં વોકીંગ વેળાએ હાર્ટએટેક આવતા રાજેશકુમાર જેઠાનું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૨: મોરબી શહેરના વીસીપરા વિસ્‍તારમાં મદીના સોસાયટીમાં રહેતા રહેમતબેન ઓસમાણભાઈ સુમરા ઉ.૫૫ નામના પરિણીતાને તેમના પતિ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અન્‍ય એક બનાવમાં-  મોરબી શહેરના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા ઉ.૨૫ ગઈકાલે રાત્રીના સમયે એલઇ કોલેજના ગ્રાઉન્‍ડમાં વોકિંગ કરતા હતા ત્‍યારે તેઓને અચાનક ગભરામણ થયા બાદ મળત્‍યુ નીપજ્‍યું હતું.

બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. 

(1:21 PM IST)