તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Friday, 12th December 2025
કચ્છના મુન્દ્રાના નવનિયુક્ત એએસપી ગૌતમ વિવેકાનંદનનું જન સેવા સંસ્થાના રાજ સંઘવી દ્વારા સન્માન : સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી માહિતગાર થયા
મુન્દ્રા પંથકમાં કરાતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં જલારામ ખીચડી ઘર, બિન વારસુ લાશ ની અંતિમ ક્રિયા કરવી, ગુમ થયેલા બાળકો ને પોલીસ ના સહયોગ થી સ્વ જન ને સુપ્રત કરવા, તેમજ ભૂખ્યા ને ભોજન આપવા સહીતની પ્રવૃત્તિ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વિભાગના મુન્દ્રા ખાતે નવ નિયુક્ત એએસપી ગૌતમ વિવેકાનંદે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. મુન્દ્રાની સેવાભાવી જન સેવા સંસ્થાના સંયોજક અને યુવા પત્રકાર રાજ સંઘવી એ નવ નિયુક્ત એએસપી ગૌતમ વિવેકાનંદન સાથે મુલાકાત કરી શાલ ઓઢાળી ને તેમનું સન્માન કર્યું હતું.
યુવા પત્રકાર રાજ સંઘવીએ નવ નિયુક્ત એએસપી ને સંસ્થા દ્વારા મુન્દ્રા પંથકમાં કરાતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં જલારામ ખીચડી ઘર, બિન વારસુ લાશ ની અંતિમ ક્રિયા કરવી, ગુમ થયેલા બાળકો ને પોલીસ ના સહયોગ થી સ્વ જન ને સુપ્રત કરવા, તેમજ ભૂખ્યા ને ભોજન આપવા સહીતની માહિતી આપી હતી. એએએસપી ગૌતમ વિવેકાનંદ એ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
