<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

કચ્છમાં ખેડૂતો આકરા પાણીએ: સામખિયાળી નેશનલ હાઇવે ઉપર ખેડૂતોના ટોળા ઉતર્યા ચક્કાજામ:જુઓ વિડીયો

અદાણી અને તંત્ર સામે વિરોધ દર્શાવવા ખેડૂતો રસ્તા ઉપર, ખાવડા હળવદ હાઇ પાવર વીજ લાઈન અને વીજ ટાવરનો વિવાદ વકર્યો, જય જવાન જય કિસાનના નારા લાગ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨

 ત્રણ મહીનાથી વધુ સમય થયો કચ્છના વાંઢિયા ગામે અદાણી કંપની અને તંત્ર સામે ખેડૂતો વચ્ચેની ચાલતી લડાઈ વચ્ચે

ભારતીય કિસાન સંઘ ખેડૂતોની વહારે આવ્યું છે. અદાણી કંપની દ્વારા ખાવડા થી હળવદ વચ્ચે ૭૫૦ કેવી હાઇ પાવર વીજલાઈન અને વીજ ટાવર માટે ખેડૂતોની માલિકીના ખેતરમાં બળજબરીપૂર્વક ઘૂસી હાઇ પાવર વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવાની કામગીરી થઈ રહી હોઈ ખેડૂતો વિરોધ દર્શાવતા હતા. આ વિરોધ દરમ્યાન તંત્ર દ્વારા ખેડૂત પુરુષો અને મહિલાઓની અટકાયત કરવાની પોતાના ખેતરમાં જતા અટકાવવાનો પ્રયાસ અને ક્યાંક ગેર વર્તન ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આ અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ વારંવાર રજૂઆત કરી ખેડૂતોની ખેતીની જમીનને વીજ લાઇન તેમ જ વીજ ટાવર થકી કાયમી નુકસાન જવાનું હોઈ બજાર કિંમત પ્રમાણે વળતર આપવા રજૂઆત કરાઈ હતી. તે અંગે કોઈ કાર્યવાહી ન થતા ભારતીય કિસાન સંઘ દ્વારા જમીન વળતર સહિતના અન્ય ૯ મુદ્દાઓ સાથે ૬૦૦ ગામોમાં કિસાન જન જાગૃતિ યાત્રા યોજી આજે વાંઢિયામાં કિસાન સંમેલન નું આયોજન કર્યું હતું. ત્યાર બાદ બપોર પછી સામખિયાળી નેશનલ હાઇ વે ઉપર રામદેવ પીર પાસે ખેડૂતોના ટોળા ઉતરી પડ્યા છે અને નેશનલ હાઈ વે ઉપર ચક્કાજામ કરી નાખ્યો છે. હાઇ વે ઉપર જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ પોતાનો આક્રોશ પ્રદર્શિત કર્યો છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(6:11 PM IST)