News of Friday, 12th December 2025
વિસાવદરના જાણીતા એડવોકેટ નયનભાઈ જોષીનાં ભાણેજ અમદાવાદ સ્થિત હાઈકોર્ટનાં ધારાશાસ્ત્રી ઋતુરાજ સમીરકુમાર વ્યાસનુ યુવાન વયે અવસાન : શનિવારે સવારે ૭:૩૦ કલાકે વેરાવળ ખાતે અંતિમયાત્રા : ઘેરા શોકની લાગણી
ખંભાળિયાના ડિસ્ટ્રીકટ જ્જ સમીરભાઈ વ્યાસ તથા એડવોકેટ રીટાબેન વ્યાસનાં એકમાત્ર સંતાન ઋતુરાજની વિદાયથી પરિવાર પર આભ તુટી પડયુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરના જાણીતા એડવોકેટ નયનભાઈ આર. જોષીનાં ભાણેજ અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટનાં ધારાશાસ્ત્રી ઋતુરાજ સમીરકુમાર વ્યાસ (ઉ.વ.૩૦)નુ યુવાન વયે અવસાન થયું છે. આ સમાચારો વાયુવેગે પ્રસરતા સાર્વત્રિક ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
ખંભાળિયાના ડિસ્ટ્રીકટ જ્જ સમીરભાઈ વ્યાસ તથા એડવોકેટ રીટાબેન વ્યાસનાં એકમાત્ર સંતાન ઋતુરાજની વિદાયથી પરિવાર પર આભ તુટી પડયુ છે.
આજરોજ તા.૧૨-૧૨-૨૦૨૫ના રોજ અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટનાં એડવોકેટ ઋતુરાજભાઈ સમીરભાઈ વ્યાસ (ઉ.વ.૩૦)નું અવસાન થયુ છે. તે સમીરભાઈ વી. વ્યાસ (ડિસ્ટ્રિક્ટ જજ ખંભાળિયા) અને રીટાબેન સમીરભાઈ વ્યાસ(એડવોકેટ)ના પુત્ર અને વિસાવદરના શાસ્ત્રી મનોજભાઈ રવિભાઈ જોશી તથા નયનભાઈ રવીભાઈ જોશી (એડવોકેટ-નોટરી) તથા દેવાંગભાઈ રવિભાઈ જોશી (સિવિલ જજ સુરત)ના ભાણિયાનું અવસાન થયુ છે. ઋતુરાજભાઈ વ્યાસ છેલ્લા સાતેક વર્ષેથી અમદાવાદ ખાતે રહી ગુજરાત હાઇકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા. તેઓના પિતાશ્રી સમીરકુમાર વ્યાસ હાલ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે ખંભાળિયા મુકામે ફરજ બજાવે છે. અને તેમના માતા રીટાબેન પણ એડવોકેટ છે.
ઋતુરાજ ભાઈને ત્યાં જોડીયા બાળકો એક દીકરો તથા એક દીકરી છે તેમની અણધારી વિદાયથી પરિવાર પર વ્રજ ઘાત થયો છે.
સ્વર્ગસ્થ ઋતુરાજ વ્યાસની અંતિમયાત્રા નિવાસસ્થાન : "ધવલ" શિક્ષક કોલોની, રેયોન ફેક્ટરી પાસે, વેરાવળ ખાતેથી સવારે ૭:૩૦ કલાકે નીકળશે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
