<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ખેતરમાં ભાગયા તરીકે કામ કરનારાઓને પણ રાહત પેકેજમાં ભાગ આપો : જસદણ પંથકના ખેત મજૂરો 25 ટકા હિસ્સાની માંગણી સાથે એકઠાં થયા

DM ને આવેદન પત્ર આપવા જતા, ખેત મજૂરોના ટોળાને પોલીસે વિખેરી નાખ્યા: પોલીસે ખેત મજૂરો સાથે ગેરવર્તન કર્યો હોવાના આક્ષેપ કેટલાક ખેત મજૂરોએ કર્યો

જસદણના પંથકના ખેત મજૂરો રાહત પેકેજમાં 25 ટકા ભાગ આપવાની માંગ સાથે એકઠાં થયા હતા. કમોસમી વરસાદમાં સરકારે ખેડૂતો માટે સહાય કરી છે જાહેર પરંતુ  સરકારે જાહેર કરાય પેકેજમાં ખેત મજૂરોને કોઈ લાભ થવાનો નથી. ખેત મજૂરો ખેતરમાં ભાગયા તરીકે વાવેતર કરતા હોય છે. તેના નામે ખેતી કે જમીન હોતી નથી. આથી આવા ભાગયાને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. જેથી ખેત મજૂરો કે જે ભાગયા તરીકે ખેતર ખેડતા હોય તેમને પણ સહાય પેકેજનો લાભ મળવો જોઈએ તેવી માંગ કરી છે. 

  આજે SDM ને આવેદન પત્ર આપવા જતા, ખેત મજૂરોના ટોળાને પોલીસે વિખેરી નાખ્યા હતા. સરકારે જાહેર કરેલ પેકેજ માં ખેત મજૂરોને પણ 25 ટકા ભાગ આપવાની માંગ દોહરાવી છે. પોલીસે ખેત મજૂરો સાથે ગેરવર્તન કર્યો હોવાના આક્ષેપ કેટલાક ખેત મજૂરોએ કર્યો છે. બહોળી સંખ્યામાં ખેત મજૂરો એકઠા થતા મુખ્ય 4 આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.

 

(7:43 PM IST)