News of Friday, 12th December 2025
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬;ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયપત્રકમાં સુધારો કરાયો
ગણતરી ફોર્મનો સુધારેલ સમયગાળો તા.૧૪ ડિસેમ્બર તથા ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધિનો સમયગાળો તા.૧૯ ડિસેમ્બર રહેશે

જામનગર : ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ માટેનું સમયપત્રક સુધારવામાં આવ્યું છે. અગાઉ તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્રથી જાહેર કરાયેલ કાર્યક્રમમાં ECI દ્વારા તા.૧૧/૧૨/૨૦૨૫ના રોજ સુધારો કરવામાં આવ્યો છે,જે મુજબ ગણતરી ફોર્મનો સુધારેલ સમયગાળો હવે તા.૧૪/૧૨/૨૦૨૫ (રવિવાર) સુધીનો રહેશે. જ્યારે, ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધિનો સુધારેલ સમયગાળો તા.૧૯/૧૨/૨૦૨૫ (શુક્રવાર) ના રોજ રાખવામાં આવ્યો છે. અગાઉના સુધારા પ્રમાણે ગણતરી ફોર્મનો સમયગાળો તા.૧૧/૧૨/૨૦૨૫ હતો અને ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધિની તારીખ ૧૬/૧૨/૨૦૨૫ હતી. કોઈ પણ લાયક મતદાર બાકી ન રહે તે માટે ગણતરી ફોર્મ તા.૧૪/૧૨/૨૦૨૫ સુધી ભરીને પોતાના ભાગના બૂથ લેવલ ઓફિસરશ્રીઓને આપી શકશે. નવા મતદારો ફોર્મ નં. ૬ સાથે ઘોષણાપત્ર ભરીને બૂથ લેવલ ઓફિસરઓને પ્રત્યક્ષ આપી શકે છે અથવા તેઓ ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ https://voters.eci.gov.in/ પર અથવા ECINTP એપનો ઉપયોગ કરીને ફોર્મ અને ઘોષણાપત્ર ઓનલાઈન પણ ભરી શકશે.તેમ જિલ્લા ચૂંટણી અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
