<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

મોરબીમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો.

મૂળ વાંકાનેરના લુણસર ગામના વૃદ્ધે તેઓના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાદ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિજયોત પાર્કમાં રહેતા અને મૂળ વાંકાનેરના લુણસર ગામના વૃદ્ધે તેઓના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજેલ છે.

    મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ વાંકાનેરના લુણસર ગામના વતની અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિ જ્યોત પાર્ક વિસ્તારમાં બ્લોક નંબર બી-૪ માં એપાર્ટમેન્ટમાં રહેતા ખોડીદાસભાઈ ધનજીભાઈ થોરીયાણી પટેલ (ઉમર ૭૪) એ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આજે તા.૧૨-૧૨ ના રાત્રિના બે વાગ્યાના અરસામાં પંખામાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેઓનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે અત્રે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.અને બનાવ સંદર્ભે હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં પારિવારિક પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યુ હતુ કે મૃતક ખોડીદાસભાઈ ધોરિયાણીને છેલ્લા કેટલાક સમયથી હરસની બીમારી હતી અને બે મહિના પહેલા હરસ બાબતે ઓપરેશન પણ કરાવ્યું હતું.છતાં પણ અસહ્ય દુખાવો રહેતો હોય તેની પીડાથી કંટાળી જઈને તેઓએ આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે.

(11:32 PM IST)