<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

આમરણમાં તસ્‍કરો ત્રાટકયાઃ બસ સ્‍ટેશન વિસ્‍તારની ૩ દુકાનો તુટીઃ ૮૭ હજારની ચોરી

 

આમરણ તા. ૧૩ :.. આમરણ ખાતે ગત મોડી રાત્રીના બસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ જુદી જુદી ૩ દુકાનોના તસ્‍કરોએ શટર ઊંચકી અંદર પ્રવેશી કુલ રૂા. ૮૭,પ૦૦ કિંમતની રોકડ અને માલમતાની ચોરી થઇ હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

બાલાજી સ્‍વિટ એન્‍ડ નમકીન, સરોજ જવેલર્સ, બાલાજી મેડિકલ સ્‍ટોર એમ ત્રણ દુકાનોને નિશાન બનાવી અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્‍યો હતો.

જેમાં બાલાજી સ્‍વીટ એન્‍ડ નમકીન નામની દુકાનમાંથી ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂા. ૪૦ હજાર, બાલાજી મેડીકલ સ્‍ટોરમાંથી રોકડ રૂા. ૭પ૦૦ તેમજ સરોજ જવેલર્સ દુકાનમાંથી અંદાજે રૂા. ૪૦ હજારની કિંમતની ચાંદીની ભૂકીની ચોરી થયાનું જાહેર થયું છે.

મોરબી તાલુકા પો. હેઙ કો. હરેશભાઇ ચાવડાએ ઘટના સ્‍થળે દોડી આવી આજુ બાજુના સીસી ટીવી ચેક કરતા ૩ જેટલા શખ્‍સો દુકાનોના શટર ઊંચકી અંદર પ્રવેશતા હોવાનું જાણવા મળેલ છે. મોરબી તાલુકા પી. એસ. આઇ. અરૂણ મિશ્રાએ તપાસ હાથ ધરી તસ્‍કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:43 AM IST)