News of Saturday, 13th December 2025
ગોંડલનાં મહિલા નાયબ મામલતદારની સામે નગરસેવકે મામલતદાર પાસે દોડી જઇને ઉગ્ર રજુઆત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૧૩: ગોંડલ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિશાબેન લાખાણી સરકારી આવક, જાતિ, નોન ક્રીમિલેઅર વિગેરેના દાખલા આપવામાં ગેર વર્તણૂક કરી અરજદારો ને પરેશાન કરી રહ્યા હોવાથી મહત્ત્વ ની કામગીરીઓ ટલ્લે ચડી રહી હોય ફરીયાદો ઉઠતા નગરપાલિકા નાં સદસ્ય અને લોકસેવક રાજેન્દ્રસિંહ જાડેજા સેવા સદન ધસી જઇ મામલતદાર ને ઉગ્ર રજુઆત કરી કામમાં દાંડાઇ દાખવી રહેલા મહીલા નાયબ મામલતદાર સામે પગલા ભરવા જણાવ્યું હતું.
રાજેન્દ્રસિંહ જાડેજાએ રજુઆત માં જણાવ્યું કે, રાજ્યસરકારના પ્રયત્નોથી વિકાસ ક્ષેત્રે તથા સરકારી નોકરીઓ મેળવવામાં દેશમાં અગ્રિમ છે અને હાલ ભરતીઓની કામગીરી ચાલુ છે. આ નોકરી મેળવવા માટે ઉમેદવારોને આવક, જાતિ, નોન ક્રીમિલેઅર પ્રમાણપત્ર મામલતદાર ગોંડલ સિટીએ આપવાના હોય છે. જેનું ટેબલ ગોંડલ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલદાર તરીકે ફરજ બજાવતા નિશાબેન લાખાણી અરજદારોને ઉદ્ધત તથા ગેર વર્તન કરે છે. અમો તા.૧૨/૧૨/૨૦૨૫ ના રોજ રૂબરૂ રજુઆત કરવા ગયેલ. નિશાબેન લાખાણીને દાખલો કાઢવા માટે જરૂરી પુરાવા આપવા છતા દાખલો આપવાનો ઇન્કાર કરે છે.
રાજેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રી સહીત લેખીત રજુઆત કરીછે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
