<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

અમરેલી નજીક તથાસ્તુ વિદ્યાપીઠ સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે વિપ્રડે ક્રિકેટ ટુર્નામેન્ટ

પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે ના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતમાંથી બ્રહ્મસમાજના ખેલાડીઓ ભાગ લેશે

(મનોજ જોશી દ્વારા) લીલીયા, તા.૧૩: લાઠી હાઇવે માર્ગ પર આવેલ તથાસ્તુ વિદ્યાપીઠ સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે ના સાનિધ્યમાં તારીખ ૧૨ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ ત્રિદિવસીય વિપ્રડે ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૧ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રીહરી ઇલેવન રાજકોટ પરશુરામ ઇલેવન સાવરકુંડલા પુરુષાર્થ ઇલેવન લાઠી તથાસ્તુ વોરિયર્સ દેવલી ઈલેવલ રાજકોટ, મહાકાલ ઇલેવન સહિત ગુજરાત ભરમાંથી ૧૬ જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટ નો સમય સવારના ૮:૦૦ થી સાંજના છ કલાક સુધીનું રહેશે આ ટુર્નામેન્ટના પ્રથમ વિજેતા ટીમને રૂપિયા ૨૧૦૦૦ રોકડ પુરસ્કાર અને ચેમ્પિયન ટ્રોફી દ્વિતીય વિજેતા ટીમને રૂપિયા ૧૧,૦૦૦ રોકડ પુરસ્કાર અને રનર અપ ટ્રોફી અને બેસ્ટ બેસ્ટમેન અને બેસ્ટ બોલરને ૩૨ ઇંચ ના ટીવી અને ટ્રોફી પૂજ્ય જીગ્નેશ દાદાના હસ્તે એનાયત કરવામાં આવશે તેમ મનોજ જોશીની અખબારી યાદીમાં જણાવેલ છે

(11:55 AM IST)