<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલમાં ઓનલાઈન ઠગાઈ: બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી લાખોની છેતરપિંડી, બે સામે ગુનો દાખલ

 

 

ધ્રોલ: (સંજય ડાંગર દ્વારા): અહીં ખાતે આવેલ એક્સિસ અને સેન્ટ્રલ બેંકના ખાતાનો દુરુપયોગ કરી લાખોની ઉચાપત આચરવામાં આવી હતી. પોલીસે કાવતરું રચીને ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરનાર બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન ઠગાઈનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક્સિસ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતાઓનો દુરુપયોગ કરીને કુલ રૂ. ૧૪,૮૦,૬૫૦ ની માતબર રકમની ઉચાપત કરવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ રીતેષભાઈ કુબાવતે ફરિયાદ નોંધાવી છે. 

 

વિગતો મુજબ, એકાઉન્ટ ધારક બ્રિજેશભાઈ સોરઠીયા અને તે એકાઉન્ટનો વપરાશ કરનાર અક્ષય જોષી સહિતના શખ્સોએ એકબીજાની મદદગારીથી ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેમણે ઇન્ટરનેટના માધ્યમથી ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરી નાણાંની હેરફેર કરી હતી.

 

આ મામલે ધ્રોલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૭(૨) અને ૬૧(૨) હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા દ્વારા આ કેસની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

 

(10:47 AM IST)