<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

“ઓપરેશન મ્યુલહન્ટ અતર્ગત” જુનાગઢ જીલ્લામાં અલગ અલગ બેંકોમાં મ્યુલ બેંક એકાઉન્ટો ખોલાવી ભારતભર માંથી સાયબર ફ્ર્રોડ આચરી કરોડો રૂપિયાની શંકાસ્પદ હેરફેર કરતા સાયબર ક્રિમીનલોને પકડી પાડતી સાયબર પોલીસ

જુનાગઢ જિલ્લાનામ્યુલ બેન્ક એકાઉન્ટોની તપાસ કરતાં ભરતભરમાથી સાયબર ફ્રોડ આચરી ખૂબ મોટી અને માતબર રકમની શંકાપસ્દ હેરફેર થતી હતી: ઓનલાઇનછેતરપિંડી કરવા જુદી જુદી બેંકોમાં ખાતાઑ પણ ખોલવામાં આવ્યા હતાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : હાલમાં ભારત દેશમાં છેલ્લાં ઘણાં સમયથી સાયબર ક્રાઇમ કરનારા અપરાધીઓ દ્રારા અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી થી નાગરીકોને અલગ અલગ બહાના બતાવી તેમના બેંક એકાઉન્ટો ની વિગતો મેળવી, સાયબર ક્રાઇમના ગુન્હાને અંજામ આપવાનું કામ ચાલુ હોય જેથી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના પત્ર ક્રમાંક:DGPCR/0591/05/2025 Dt.19/06/2025 ના આધાર અન્વયે સાયબર ક્રાઇમ આચરતા મ્યુલ અકાઉન્ટો વિરૂધ્ધ કાર્યવાહી કરવા ની સુચના થયેલ હોય જેથી જુનાગઢ રેન્જ ના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ દ્રારા I4C સમન્વય પોર્ટલ પર આપેલ મ્યુલ બેંક એકાઉન્ટોના ઇનપુટ પર તપાસ કરી સાયબર ફ્રોડમાં સંડોવાયેલા મ્યુલ બેંક ખાતાઓ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ.

                જે આધારે સમન્વય પોર્ટલના ઇનપુટ જોતા તેમાં જણાવેલ જુનાગઢ જીલ્લાના મ્યુલ બેંક એકાઉન્ટોની તપાસ કરતા ભારતભર માંથી સાયબર ફ્રોડ આચરી ખુબ જ મોટી અને માતબર રકમની શંકાસ્પદ હેરફેર થતી હોવાનું જણાઇ આવેલ, જેની ટેકનીકલ રાહે તપાસ કરતા અલગ-અલગ બેંક એકાઉન્ટના ધારકો તથા તેમના મળતીયાઓ દ્રારા ઓનલાઇન છેતરપીંડી કરવાના ઇરાદે પોતાના અલગ-અલગ બેંકોમાં બેંક એકાઉન્ટો ખોલી/ખોલાવડાવી તે બેંક એકાઉન્ટોમાં ઇન્ટરનેટ બેંકીંગ શરૂ કરાવી તે બેંક એકાઉન્ટોમાં સાયબર ફ્રોડ/ઠગાઇ ના રૂપીયા જમા થતા હોવાનું જાણવા છતા પોતાનો બદ ઇરાદો પાર પાડવા ઠગાઇ કરવાના ઇરાદે ઉપરોકત બેંક ખાતાધારકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ નાણાંકીય લાભ મેળવવા એકબીજાને મદદગારી કરી સદર બેંક એકાઉન્ટો ખોટી રીતે ઇલેકટ્રોનીક માધ્યમથી કોઇપણ પ્રકારે આગળ તેમના મળતીયાઓને મોકલી આપેલ જે બેંક એકાઉનટોનો ઉપયોગ કરી ભારતના અલગ-અલગ રાજ્યમાં ૩૬૦ લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનાવેલ જેથી ઉપરોક્ત નવ બેંક ખાતા ઓ ઉપર ૩૬૦ જેટલી ઓનલાઇન કમ્પલેઇન નોંધાયેલ અને આ કમ્પલેઇન કરનાર લોકો સાથે કુલ રૂ.૨,૫૩,૪૨,૨૬,૭૮૮ (બે અબજ,ત્રેપન કરોડ,બેતાલીસ લાખ,છવીસ હજાર,સાતસો,અઠાસી) સાયબર ફ્રોડ આચરેલ તે પૈકી આશરે કુલ રૂ.૧૩,૨૭,૧૩,૫૧૩/- (તેર કરોડ,સતાવીસ લાખ,તેર હજાર,પાંચસો,તેર ) જેટલી રકમ ઉપરોકત બેંક એકાઉન્ટોમાં સાયબર ફ્રોડ/ઠગાઇ ની રકમ જમા કરી/કરાવડાવી  તેઓએ તેમજ તેમના મળતીયાઓએ એકબીજાને મદદગારી કરી ભોગબનનારોને આર્થિક નુકશાન પહોંચાડી ગુન્હો કરેલ હોય તેઓના સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૭(૨),૩૧૭(૪),૩૧૮(૪), ૫૪ તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(ડી) મુજબ સાયબર પો.સ્ટે.જુનાગઢ રેન્જ,જુનાગઢ ખાતે ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૧૨૫૦૦૩૧/૨૫ બી.એન.એસ.કલમ-૩૧૭(૨),૩૧૭(૪), ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(ડી) મુજબ તા.૧૨/૧૨/૨૦૨૫ થી નોંધી આ કામે કુલ-૮ આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને બીજા બેંક એકાઉન્ટસની વિગત મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે.  

 

પકડાયેલ આરોપીઓ:-

(૧) આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી (સીંધીલુહાણા) ઉ.વ.૨૭,ધંધો.વેપાર રહે.જુનાગઢ જોષીપરા,આદર્શનગર,ઝુલેલાલ ચોક શેરી નં.૦૭ મો.નં.૯૯૨૪૧૭૦૬૭૭

(૨) જાવિદ કાળુભાઇ તુર્ક પઠાણ (મુસ્લીમ) ઉ.વ.૪૨, ધંધો.રિ.ડ્રા. રહે.ડુંગરપુર ગામ, સુભાષનગર શેરી નં.૦૩,તા.જી.જુનાગઢ મો.૮૭૯૯૨૯૧૬૯૬   

(૩) ભરતભાઇ કાંતિભાઇ દેત્રોજા (પટેલ) ઉ.વ.૩૮, ધંધો.વેપાર રહે.જુનાગઢ ઝંઝરડા રોડ,મોતી પેલેસ ગોલ્ડ ફ્લેટ નંબર-એ/૮૦૫ મો.નં.૭૨૧૧૧૭૨૨૨૭ 

(૪) અરજણ ઉર્ફે અજીત કારાભાઇ ગરેજા (મેર) ઉ.વ.૨૬, ધંધો.માલઢોર, રહે.પોરબંદર,ઇન્દીરાનગર વાછરાદાદાના મંદિરની સામે, બીરલા કોલોનીની પાસે, મુળ રહે.ગરેજ ગામ તા.જી.પોરબંદર મો.નં.૯૬૩૮૧૭૪૫૩૫

(૫) અલ્તાફ કાળુભાઇ સમા (મુસ્લીમ) ઉ.વ.૩૫ ધંધો.મજુરી,રહે.જુનાગઢ,દોલતપરા , ઇન્દ્રેશ્વર રોડ, કીરીટનગર, જયપાર્ક  મો.નં.૮૧૬૦૬૪૯૨૧૧.

 

 

(૬) અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઇ સોઢા (ઘાંચી), ઉ.વ.૨૩, ધંધો.પ્રા.નોકરી (કુરીયર) રહે. માળીયા હાટીના,કન્યા વિધ્યાલય પાસે,વેજીટેબલ શાક માર્કેટ શેરી નં.૦૩, મો.નં.૮૧૪૦૫૦૭૦૫૪

(૭) ચિરાગ શાંતિલાલ સાધુ (બાવાજી), ઉવ.૨૭, ધંધો.પ્રા.નોકરી (કન્ટ્રકશન), રહે.ભેંસાણ, ગોકુલ બંગલો,અક્ષરધામ, મકાન નં.૦૧, મો.નં.૯૧૦૬૦૩૧૩૯૯ 

(૮) રક્ષીતભાઇ પરસોતમભાઇ કાછડીયા (પટેલ) ઉ.વ.૩૭ ધંધો.પ્રા.નોકરી (મારબલના કારખાનામાં) રહે.વડાલ ગામ, રાધાવાળી પ્લોટ,તા.જી.જુનાગઢ મો.નં.૯૭૨૩૦૨૭૪૮૭ 

 

પકડવાના બાકી આરોપીઓ:-

(૧) હુશેન નાશીરભાઇ તુર્ક રહે.જુનાગઢ જોષીપરા વાળો જે જુનાગઢ સી ડીવી પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં જેલ હવાલે હોય જેથી તેનો કબજો મેળવી ધરપકડ પર બાકી છે. તેમજ આ કામે ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંઠોવણી બહાર આવેતો તે બાબતે તપાસ ચાલુ છે.

 

જાહેર જનતા જોગ સુચના:-

આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે કોઇ પણ અન્ય વ્યક્તિઓ ને બેંક એકાન્ટ ની માહિતી અથવા કીટ આપવી નહી અને જે કોઇ લોકો એનકેન પ્રકારે લાલચ આપી બેંક એકાઉન્ટની કીટ મેળવવા પ્રયત્ન કરે તો અત્રે જાણ કરવી. 

 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-

શ્રી સી.વી.નાયક, ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેકટર, શ્રી કે.જી.મોડ સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર, શ્રી બી.ડી.માવદીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર, શ્રી એચ.જે.બારડ, પોલીસ સબ ઇન્સ્પેકટર, શ્રી ડી.બી.ખેર, પોલીસ સબ ઇન્સ્પેકટર, શ્રી જી.કે.ઠાકર, પોલીસ સબ ઇન્સ્પેકટર, શ્રી એન.એ.જોષી પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર, શ્રીમતિ બી.આર.જોગલ,પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર, શ્રી  પી.આર.ચાવડા પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર, તથા ધારાબેન.આર.ભરડવા ટેકનીકલ ઓપરેટર તથા વિશાલ એસ.જોષી ટેકનીકલ ઓપરેટર તથા રવિ એમ.ગોહેલ ટેકનીકલ ઓપરેટર તથા હેમંત એન.સોંદરવા ટેકનીકલ ઓપરેટર તથા ઝેઙ.જી.બ્લોચ ASI તથા જી.પી.વાઘેલા ASI તથા પી.કે.જલુ ASI તથા એમ.જે.ચૌહાણ HC તથા જે.કે.બાવરીયા HC તથા જી.આર.કાગડા HC તથા કેતનભાઇ રવજીભાઇ મકવાણા PC તથા મયુરભાઇ રતીલાલ અગ્રાવત PC તથા જયેશ ગીરધરભાઇ મારૂ PC તથા નવલભાઇ દલશુખભાઇ નળીયાપરા PC તથા કૌશિકભાઇ મેરૂાભાઇ ડાકી PC તથા વિણાબેન હરેશભાઇ નાગાણી WPC તથા અસ્મીતાબેન સામતભાઇ મોકરીયા WPC સાયબર પો.સ્ટે.જુનાગઢ રેન્જ,જુનાગઢની ટીમ વિ.સ્ટાફ.

(2:53 PM IST)