<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ઠંડીમાં હજુયે ઘટાડો થશે!

શિયાળો ભલે આગળ વધી રહ્યો પણ... : આઇએમડીની આગાહી મુજબ હજુ ત્રણ દિ' હાલની ઠંડી વધ્‍યા વિના જેસેથે રહેશે અને તેના બાદ ચાર દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧પ :.. સંવત મુજબ આગામી એકવીસમી તારીખથી શિયાળાની ઠંડી માટે જાણીતો પોષ માસ શરૂ થઇ રહ્યો છે. અંગ્રેજી કેલેન્‍ડર મુજબ નવેમ્‍બરના ઉતરાર્ધે ઠંડીનું સ્‍વરૂપ આકરૂ થતા ઠેર ઠેર તાપણાઓ જોવા મળતા હોય છે. જો કે શિયાળાની શરૂઆત મોડી હોઇ, હજુ કડકડકતી ઠંડી ધ્રુજાવી રહી નથી બલ્‍કે હવામાન વિભાગની આગાહી એથી ઉલ્‍ટી જોવા મળે છે. હાલ જે નોર્મલ ઠંડી પડી રહી છે. તે આગામી ત્રણ દિવસ સુધી વધ્‍યા વિના યથાવત રહેશે અને તે પછી ના ચાર દિવસો દરમ્‍યાન રાજયમાં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રી વધશે. અર્થાત ઠંડી ઘટશે.

તેનો અર્થ એ થયો કે આ સપ્તાહમાં ગુજરાત ઠંડીના કહેરથી બચેલું રહેશે. ગુલાબી ઠંડીનું પ્રમાણ હજુયે યથાવત રહેનાર છે.

એક પશ્ચિમી વિક્ષોભ ઉતરના રાજયો પરથી પસાર થઇ રહ્યું છે. તેની પાછળ બીજુ પヘમિી વિક્ષોભ પણ આવી રહ્યું છે. અને તે પછી પશ્ચિમી વિક્ષોભોનો લગાતાર સીલસિલો શરૂ થનાર છે. ત્‍યારે ઠંડીનો પ્રકોપ પણ જોવા મળશે પણ અત્‍યારે તો સપ્તાહ સુધી ઠંડીનું પ્રમાણ ઘટેલુ રહેશે કારણ કે, ઉત્તરના પવનો રાજસ્‍થાન સ્‍થિત સકયુલેશનના ચક્રાવને લીધે ગુજરાત પર ઉત્તરના સીધા પવનો ગુજરાત પર આવી રહ્યા નથી પણ પૂર્વના મિશ્રિત અને ભેજવાળા પવનો હાલ ગુજરાત પરથી વહી રહ્યા છે. 

(10:34 AM IST)